________________
: ૧૪૬ ઃ
તરંગવતી
સૌન્દર્ય ભયંકર, વાંકી દષ્ટિએ નિહાળવા લાગ્યું ને આશ્ચયચક્તિ થઈ ગયું. વીરેની, સ્ત્રીઓની અને બ્રાહ્મણોની હત્યા તથા એવાં બીજાં પાપકર્મો કરવાથી દયા માયા નાશ પામી ગઈ છે જેનાં હૃદયમાંથી એવા એ (લૂંટારાના) સરદારે, બીલકુલ લાગણી વિના અમને નિહાળી લીધાં. પછી પાસે બેઠેલા એક ભયંકર લૂંટારાને કાનમાં આ પ્રમાણે કહ્યું: “(આપણું મંડળના) મોટેરાઓએ મળીને દેવીને શરદુનો જે બળી આપવાનો છે, તેને માટે આ નરનારી ઠીક પડશે. તેથી કરીને નવમીની રાત્રે આ જોડાને બળી દેવાશે. એ બેની બરાબર ચેકી કરો જેથી એ નાસી જાય નહિ.” આ શબ્દ સાંભળીને મારા હૃદયમાં ચિંતા ને મરણની બીક ફરી વળી. પેલા લૂંટારાએ તે એ આજ્ઞા નમ્રતાએ માથે ચઢાવી અને અમને એના ઘરમાં લઈ ગયે. ચોકી રાખવામાં જરા પણ ખામી આવે નહિ એટલા માટે એણે મારા સ્વામીને તાણીને બાંધ્યા. તેમને આપવામાં આવતી આવી વિટંબણુના દુઃખથી મારે આત્મા બની ઉડ, તેથી ગરુડ જેના સ્વામીને ઉપાડી ગયું છે એવી માપણીની પેઠે હુ કપાત કરવા લાગી. વિખરાઈ ગયેલ વાળ ને આંખમાંથી વહી જતે આંસુએ હું એમને અને એમના બંધને બાઝી પડી. (પછી મેં લૂંટારાને કહ્યું, “જેમ વનહાથી સાથે (એને વળગી પડેલી) હાથણીને બાંધે તેમ આ નરોત્તમ સાથે મને પણ ભલે બાંધે, કારણ કે એમની પીઠ તરફ બાંધી લીધેલા એમના ઢીંચણ સુધી પહોંચતા હાથ મને આલિંગન દેવાને સજાયા છે.” (આમ કહી) હું એમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com