________________
: ૧૫૮ :
તરંગવતી
પડીને બોલ્યાઃ હું તમારા ઘરમાં બહુ દહાડા રહ્યો છું ! માંરા સ્વામીએ એને ઓળખે કે તરત જ એને એ આવેગથી ભેટી પડયા ને પૂછવા લાચા-‘તું અહીં ક્યાંથી? શેઠ કુશળ છે? મારાં બા ને બીજા સે આપણાં સંબંધી ને મિત્ર કુશળ છે ?' મારા સ્વામીની સામે એ જમીન પર નમીને બેઠે અને પોતાના જમણુ હાથથી એમને ડાબે હાથ ઝાલી સમાચાર કહેવા લાગ્યા “નગરશેઠના ઘરમાં મેટે મળસ્કે ખબર પડી ગઈ કે દીકરી દેખાતી નથી ત્યારે એની સખીએ તમારી પાછલા ભવની બધી કથા કહી સંભળાવી અને તમે કેમ તૈયારી કરીને નાશી ગયાં એ વાત પણ એણે કહી. પછી તરત જ નગરશેઠ તમારા પિતા પાસે ગયા અને બોલ્યા, હું કંઈક કહેર થયો હતો એને માટે કૃપા કરીને મને ક્ષમા આપશે. મારા જમા ઈની શેધ કરાવે. તરત જ એ ઘેર આવે તે ય એમને મારાથી બીવાનું કારણ નથી. એ બિચારો જુવાન પરદેશમાં અજાણ્યા લેકની વચ્ચે શું કરશે ? ત્યાર પછી એમણે શેઠને તમારા પાછલા ભવની બધી કથા અથથી તે ઈતિ સુધી જે પ્રમાણે, એમણે સખી પાસેથી સાંભળો હતી તે પ્રમાણે, કહી સંભળાવી. તમારી કોમળ હૃદયની માતા તે તમે આમ અકસ્માત્ અળગા થઇ ગયા તેથી શેકમાં ડુબી ગયાં અને એવું છાતી ફાટ રડવા લાગ્યાં કે પાસે બેઠેલાંને પણ રડવું આવ્યું. આખા વસનગરમાં એક મેથી બીજે મઢે એમ સો જગાએ વાત જણાઈ ગઈ કે શેઠના દીકરાને ને નગરશેઠની દીકરીને પોતાના ( સહ) જીવનની કથા યાદ આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com