________________
તરંગવતી
લીધાં અને અનેકાનેક આશીર્વાદ આપ્યા. અમે ત્યાં નાહ્યા અને તેથી અમારો થાક ઊતરી ગયે. પછી અમે અમારાં સાસરીઆની પાસે ગયા અને એમનાં ટેળામાં આનંદે જઈ બેઠાં. હવે મારે રથમાં બેસવાનું ન હતું તેથી ઘેડે ચઢી. મારી પાછળ (મારી સાચી સખી) સારસિકા અને (મને માન આપવાને આવેલા) આયાઓ, ખજાઓ, દાસીઓ, જુવાનીઆઓ અને બીજાઓને સાથ ચાલ્યો. પણ ખાસ કરીને મારા સ્વામી પોતાના મિત્રને લઈને બીજા ઘોડાઓ જોડેલા સેનાના રથમાં બેસી સાથે ચાલ્યા. વળી નણંદે અને ભેજાઈએ પણ પોતાના દાસદાસીએના સાથે સાથે અમને મળવાને આવી હતી તે પણ સુંદર ગાડીમાં બેસીને મારી સાથે નગર તરફ ચાલી. પ્રખ્યાત માણસનાં સુખદુઃખ, જવું આવવું, પ્રવાસે નિકળવું ને પાછું ઘેર આવવું, સી લેકને તરત માલૂમ પડી જાય છે. એવી રીતે અમે પણ ઊંચાં પ્રભુ દ્વારમાં થઈને કોશામ્બી નગરીમાં પ્રવેશ્યા. ત્યાં આગળ જમણે હાથે એક નરપંખીને અવાજ સંભળાય અને એમ સારાં શકુન થયાં. જે રાજમાર્ગે થઈને અમે ચાલ્યાં તે માગ અમને આવકાર આ પવાને સફેદ સુગંધિત ફૂલેથી શણગારી કાઢ્યો હતે અને ઠેઠ સુધી રસ્તાની બેઉ બાજુની ઊંચી હવેલીઓની હારે ઉપર અને સુંદર દુકાન આગળ અમને જેવાને આતુરતાથી એકઠાં થયેલાં પુરુષ અને સ્ત્રીઓની ભીડ જામી હતી. સરેવર ઉપરનાં કમળની સપાટી પવનથી ઊંચી નીચી થાય એ દેખાવ લેકનાં કમળફૂલસમા મુખને લીધે અમને દેખાવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com