________________
: ૧૭૬ -
તરંગવતી
પૂર્વક આ રીતે ઉપદેશ આપ્યોઃ “જગતમાં રહેલા પદાર્થોનાં સ્વરૂપને જાણવાનાં ચાર સાધન છેઃ ૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ ઉપમાન અને ૪ આગમ. આપણી ઇંદ્રિયોથી જે વસ્તુ જોઈ-જાણી શકાય, તે પ્રત્યક્ષ ગણાય. જે વસ્તુના કેઈએક ગુણધર્મને જોઈ-જાણ તેના વિશેષ સ્વરૂપને નિર્ણય કરે, તે અનુમાન કહેવાય. પ્રત્યક્ષ અગર પરોક્ષ વસ્તુ સાથે કઈ બીજી વસ્તુને સરખાવવી તેનું નામ ઉપમાન અને કેઈ શાસ્ત્ર અગર શિક્ષક પાસેથી જે વસ્તુનું જ્ઞાન મેળવવું તે આગમ કહેવાય છે. આ ચાર રીતે બંધ અને મોક્ષનું પણ જ્ઞાન મેળવી શકાય છે. હવે આત્મા તે શું છે તે વિચારીએઃ આત્મા રૂ૫, શબ્દ, ગંધ, રસ અને સ્પેશ એ ઈદ્રિયગોચર ગુણથી સદા સર્વદા મુક્ત છે. એ ઇદ્રિયથી અગોચર છે. એ અનાદિ અને અનંત છે. જ્યાં સુધી એ શરીરના બંધનથી બંધાય છે ત્યાં સુધી એ સુખદુઃખ અનુભવે
છે અને ત્યારે ઈદ્રિવડે નહિ, પણ પ્રત્યક્ષ પ્રમાણ વડે* વિવિધ પ્રકારની સમ્મતિ, ઈચ્છા, વિચારો આદિ દર્શાવવા માટે દેહનાં જે હલનચલન થાય છે તેના વડેપ્રમાણભૂત થાય છે. વિચાર, અહંકાર, જ્ઞાન, સ્મરણ, બુદ્ધિ આદિ સ્વરૂપે એ પ્રગટ થાય છે. સંસારના સ્વભાવનિયમ પ્રમાણે (પૂર્વ જન્મનાં, પુણ્યનાં કે પાપના ફળરૂ૫) કમ ભેગવતે આત્મા હર્ષ કે શેકને, સુખ કે દુઃખને, શાતિને કે અશાતિને, આનંદ કે ઉદ્વેગને, ભય કે બેયને અનુભવ કરતે પરિભ્રમણ કર્યા કરે છે. આત્મા પોતે કરેલાં સારા નરસાં કમવડે સંસાર વધારે છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com