________________
તાવતી
લાગે છે. માત્ર ખામી એટલી જ છે કે પંખીના ગીતને અને ભમરાના ઊડવાને મધુર સુર (ત્યાં ભરાતાં) માણસોની વાતચિતના ગણગણાટમાં ભળી જાય છે. એ ઉદ્યાનમાં, ધેળાં વાદળાંમાંથી નિકળતા સૂર્યના વિમાન જેવું ભવ્ય અને ચળકતું દેવમંદિર મારી દષ્ટિએ પડયું. તે લાકડાના કોતરકામવાળું અને સે થાંભલા ઉપર ઊભું કરેલું હતું. એના પ્રાંગણમાં શ્રદ્ધાળુ જાત્રાળુઓ દ્વારા ફૂલ, ફળ, પત્ર, માળા અને ચંદન વિગેરેથી પૂજાએલ અને વસ્ત્રખંડેથી વિભૂષિત થયેલ રમણિય ચોધ (વડ) વૃક્ષ શેલી રહ્યું હતું. પ્રથમ તે મેં એ દેવમંદિરની બહારથી પ્રદક્ષિણા કરી અને પછી એ પવિત્ર વૃક્ષ નીચે જઈ ઊભે રહ્યો. એની નરમ પાંદડાવાળી ડાળીઓ ચારે બાજુ પ્રસરી હતી અને મીઠી મધુર પત્ર શેભા આપતી હતી. ત્યાં ઉભેલા એક જણને મેં પૂછ્યું
આ બાગનું નામ શું? અને કયા દેવની અહીં સ્થાપના છે? મેં ઘણું ઘણું સ્થાને અને સ્થળે જોયાં છે, પણ કયાંય કદી મેં આ બાગ તે જોયો નથી. હું કઈ પરદેશી છું એવું એ તુરત કળી ગયે ને તેથી તેણે ઉત્તર આયે-આ બાગનું નામ શકટમુખ છે. પૂર્વે ઈફવાકુ કુળના મુકુટમણિ સમાન અષભ નામે રાજા થઈ ગયા. તેઓ હિમાચળથી લઈ સાગર સુધી પ્રસરી રહેલી પૃથ્વીના સ્વામી હતા. જન્મમરણની જાળમાંથી છૂટવા માટે જ્યારે તેઓ એ સર્વ
ક્રિસમૃદ્ધિનો ત્યાગ કરી તપસ્યા તપતા હતા ત્યારે આ વૃક્ષ નીચે તેમને અનંત અને અક્ષય એવું કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એટલા માટે આ પરમપવિત્ર સ્થાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com