________________
: ૨૦૨ :
તરંગવતી
આવી શકતા નથી. આમ નગરશેઠે સાધુવ્રત ઉપર અનેક રીતે વ્યાખ્યાન કર્યું, કારણ કે એ બાબતમાં એમને ઊંડું જ્ઞાન હતું, પણ બંને કુટુંબની સ્ત્રીઓ, અમારા ઉપરના સ્નેહને લીધે રડાયું એટલું રડી, એટલા વિલાપ કર્યા, એટલા ડુસકાં ખાધાં કે વરસાદથી પલળે એમ બાગની જમીન એમનાં આંસુથી પલળી ગઈ. અંતે શેઠ ને નગરશેઠ, સ્ત્રીઓ, સંબંધીઓ અને મિત્રને લઈને, દાસ તથા દાસીઓને લઈને, સૌને રડતાં લઈને પાછા નગરમાં આવ્યા અને અમારા સંસાર ત્યાગથી ચકિત થતા અને ધમ ઉપરની આસ્થામાં ડૂબેલા એ સૌ લોક જ્યાંથી આવ્યા હતા ત્યાં ચાલ્યાં ગયા. હવે એક સાધ્વી એ સાધુનાં દર્શન કરવાને એમની પાસે આવી. એને દેખાવ સાધ્વીને ઘટે એ જ હતું. તે નમ્ર હતી ને ધર્મનું તેમજ સાધ્વીઓનું રક્ષણ કરનારી હતી; તપસ્યામાં તથા જ્ઞાનમાં પ્રખ્યાત થયેલી (મહાવીર દેવના શાસનમાં પ્રખ્યાત થયેલી) સાધ્વી ચંદનાની એ શિખ્યા હતી. એણે ધર્મિષ્ઠ સાધુનાં અને એમનાં દર્શન કર્યા. ત્યારપછી સંધનિયમના પોતાના જ્ઞાનને લીધે એ ત્યાંઃ “સંસાર દુઃખથી વિરક્ત થયેલી આ સાધ્વીને. તમારી શિષ્યા બનાવે.” સાધ્વીએ પિતાની ખુશી બતાવી, તેમાં તેમના આત્માને વિવેક અને સાધુજીવનમાં પણ પળાતી સભ્યતા સાફ તરી આવતી. પછી એ સાધુએ કહ્યું: “આ સાથ્વીની સેવા કર. એ સાથ્વી પોતાના રક્ષણ નીચે તને લઈ જાય છે; પંચમહાવ્રતરૂપ સંયમ-ધામમાં સફળ થયેલી એ, સાધ્વી સુવ્રતા છે. ચેશ્ય રીતે મેં કપાળે હાથ અડાડીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com