________________
તરંગવતી
: ૨૦૩ :
નમસ્કાર કર્યા અને નિર્વાણુને પથે ચઢવા માટેની આકાંક્ષાએ એ સાધવીને પગે પડી, એમણે મારા તરફ જોઈને આશીર્વાદ આપ્યા: “ પાળવે અઘરૂં એવું જે સાધ્વીજીવન તે તને સફળ થાઓ. અમે તે માત્ર ઉપદેશ આપીને તેને ધમને માર્ગે ચઢાવીશું, જે તું સત્ય રીતે પ્રયત્ન કરીશ તે નિર્વાણને માગે ચઢી શકીશ. મેં ઉત્તર આપેઃ “પૂજ્ય સાધ્વીજી, જન્મમરણથી ભર્યા સંસારપ્રવાહમાં અથડાવાને ભય મને બહુ લાગે છે, તેથી તમારા શબ્દને અનુસરીશ.” પછી ( છૂટા પડતી વખતે ) પિતાની વિશાળ ને કઠણ તપસ્યાને બળે બળતા અગ્નિસમાન દીસતા એ સાધુને શ્રદ્ધાપૂર્વક મેં નમસ્કાર કર્યો. તેમજ પ્રેમને ત્યાગ કર્યો છે અને સર્વોચ્ચ સાધના ગ્રહણ કરી છે જેમણે એવા એ વણિકપુત્રને પણ ( એમની વિદાય લેતાં ) નમસ્કાર કર્યો. ત્યાર પછી સ્ત્રીઓ જ આવી શકે એવા અમારા શાન્ત. એકાન્ત મઠમાં આ સાધ્વીઓની સાથે જવા માટે હું નગર તરફ ચાલતી થઈ. એટલામાં તે આકાશના શણગારરૂપ સૂયે પશ્ચિમમાં ઉતરવા માંડયું. ગુરૂજીની સાથે જ્ઞાનની અને ત્યાગની વાત કરતાં કરતાં હું ધમમાં શ્રદ્ધા બેસાડતી હતી ને એમાં રાત કેમ પડી ગઈ એ તે જણાયું યે નહિ. બીજે દિને તે વણિકપુત્ર તથા તે ઉત્તમ સાધુ કઈ પણ સ્થાનનિર્ણય કર્યા વિના પરિભ્રમણ કરવાને માટે અન્ય દિશામાં નિકળી પડ્યા. મને તે એ ગુરુજીએ બંને પ્રકારના (સાધુજીવનમાં પળવા ગ્ય) નિયમે શીખવ્યા, જેથી હું તપસ્યામાં તથા વૈરાગ્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com