________________
: ૧૯૮ :
તરગવતી
સ્થિતિમાં સાધુજીવનનાં ધર્મકર્મ પાળી નહિ શકાય. તારી નિબળતાને કારણે એ સાધુજીવનમાં દોષિત ન થઈ જવાય એટલા માટે હજી ચેતી જા. જ્યારે જીવનનાં આનંદને ભેગવી રહે ત્યારે તું સાધુજીવન લેજે. ” હું બોલી ઉઠીઃ “જીવનના આનંદને ભેગ તે ક્ષણિક છે અને પછીથી તે કડવા બની જાય છે. કુટુંબ જીવનથી ઘણું દુઃખ ખમવું પડે છે. નિવાણના જેવું કશું સારું નથી. બને ત્યાં સુધી માણસે ધમને માગે આવી જવું જોઈએ, એમાં કલ્યાણ છે, મેત આવી ચઢે તે પહેલાં આપણે પરવારી લેવું જોઈએ.” ત્યારે મારા પિતાએ ઉત્તર આપેઃ “જાળામાં લૂંટારા ભરાઈ રહે એમ ઇંદ્રિ ભરાઈ રહેલ છે જેમાં એવી તમારી જુવાની હેવા છતાં યે આ સંસારસાગરની ઉપર થઈને નિર્ભયતાએ તરી જજે.' એટલામાં સગાંસંબંધીના ઉપચારથી મારાં સાસુ સસરાને ચેતન આવ્યું, તેમણે મારા સ્વામી તરફ જોઈને કહ્યું
દીકરા, આ તને કોણે શીખવ્યું ? અમારી સાથે રહેવું તને ન ગમ્યું? એવું તે તને શું દુઃખ પડયું કે કંટાળીને તું સાધુ થઈ ગયે ? આધ્યાત્મિક જીવનથી જ નહિ પણ ધમવિહિત સંસારભેગથી પણ સ્વર્ગ મળે છે. અને લેકમાં કહેવત છે કે-જીવનમાં સ્ત્રી એ રત્નરૂપ છે. અસરા જેવી સુંદર તારે માટે અહીં સ્ત્રીઓ છે. તું જ્યારે સનેહ ભેગવી રહે ત્યારે, ધમજીવન પાળજે. આ પણ વિશાળ ધનને, અમને પિતાને અને આ દીકરીને, એ બધાને તું શું છેડી જશે ? હજી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com