________________
• ૧૯૬ :
રંગવતી
વેર્યા, જે ફૂલ એમણે જાણી જોઈને હાથમાંથી સેરવી દીધા હતાં (અને તે બેલી): “અમારા જીવનમાં વગર કંટાળે અમારી (ગુપ્ત) કામના પ્રમાણે તમારા આલિંગનની આશામાં અમે અમારા જીવનને આનંદી માનતી. આવી છીએ; હવે એ અમારી કામના તમારી પાસેથી જે પરિપૂર્ણ ન થાય તે ભલે! માત્ર તમને જોઈને જ અમે સંતેષ ધરીશું. શ્વેત કમળ જેવા ચંદ્રને માણસ જે અડકી શકે નહિ, તેય એનાં શુદ્ધ બિંબને જોઈ કેને આનંદ ના થાય?’ એમ તે સ્ત્રીઓ અનેક રીતે સેવા લાગી અને મારા સ્વામીને પોતાના વિરક્તભાવમાંથી વાછા વાળવા કાલાવાલા કરવા લાગી. પણ આવાં પ્રલેભનની પરવા કર્યા વિના અને પિતાને અડવા દીધાં વિના મારા પ્રિય એ બધાથી ફરી જઈને પેલા પુરુષ તરફ મેં કરીને ઊભાં. સંસારથી વિરક્ત થઈને સાધુજીવનમાં પ્રવેશવા માટે એમણે જાતે જ એકેએકે બધાં વાળ ચુંટી દ્વીધા. મેં પણ પિતે મારા બધા વાળ ચૂત્ર નાંખ્યા ને મારા સ્વામી સાથે એ સાધુને પગે પડી અમે પ્રાથના કરીઃ “અમને દુઃખમાંથી મુક્ત કરે. તે ઉપરથી એમણે આગળ કહ્યા પ્રમાણે સામાયિક વ્રત અમારી પાસે લેવરાવ્યું. તેમાં એવી પ્રતિજ્ઞા લેવાની છે કેઃ “હે પૂજ્યપુરુષ ! હું સામાયિક વ્રત પાળીશ અને જીવન પત ધમથી મના કરેલાં બધાં અસત્કર્મોને ત્યાગ કરીશ. ત્રિકરણ મેંગે, એટલે મન વચન અને કાયાવડે હું જાતે એવાં કમ નહિ કરું, બીજા પાસે નહિ કરાવું, તેમ જે કંઈ કરે તે તેમાં સમ્મતિ પણ નહિં આપું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com