________________
૧૯૪૯
તરંગવતી બીજા તરફ જોયું (અને અમને લાગ્યું, “આ પુરુષ આપણને વિષ તેમજ અમૃત સમાન નિવડ્યા છે. (વળી અમે વિચાર્યું કે જ્યારે એક વારનાં આ મહાપાપીએ પણ પિતાના ઉપર વિજય મેળવ્યું છે, ત્યારે આપણે તે દુઃખને નાશ કરવાને માટે જરૂર જ તપસ્યા કરવી જોઈએ. વીતેલાં દુઃખને વિચાર કરતાં અમને નેહવિલાસ ઉપર વિરાગ થયે અને અમે એ પવિત્ર પુરુષને પગે પડ્યાં. પછી પાછાં અમે ઉભાં થયાં, ને બે હાથ જોડી. કપાળે અડાડી અમારા એ જીવનતારકને અને પછીથી બની રહેલા અમારા મિત્રને કહ્યું: “જે ચક્રવાકનું જેડુ માનવદેહમાં તમારે હાથે લૂંટારાની ગુફામાંથી ઉગરી ગયું તે અમે પોતે જ છીએ. તમે અમને જ્યારે જીવન આપ્યું ત્યારે તે હવે દુઃખમાંથી મોક્ષ પણ આપે. મરણ અને દુઃખ જ્યાં રોજ રોજ આવ્યાં જ જાય છે એવા જીવનરૂપની સાંકળવાળો ચંચળ સંસાર અમને સંતાપે છે. અમને નિર્વાણની ઈચ્છા છે. તીર્થકરોએ બતાવેલ પવિત્ર માગે અમને કૃપા કરીને દેરી જાઓસાધુજીવનનાં વિવિધ શાસને અમારી (સંયમ) જાત્રાનું ભાથું છે!”
એ મહાસંયમી બોલ્યાઃ “ધર્મને જે આત્મિક બળ રાખી પુરુષાતનવડે પાળે છે, તે જરૂર બધાં દુખિમાંથી તરત મુક્ત થાય છે. જો તમે પુનર્જન્મનાં વિવિધ પરિ.
મેનાં દુઃખ ટાળવા ઈચ્છતાં હો, તે વાર્થવૃત્તિ છોડી દે ને હવે હમેશને માટે તપસ્યા કરો. માણસ એ તે જરૂર જાણે છે જ કે મરણ આવશે, પણ કયારે આવશે તે માત્ર જાણતા નથી. તેથી એ આવે તે પહેલાં તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com