________________
૧ ૧૯૨
તરંગવતી મનાય છે અને એથી જ અદ્યાપિ લેક એની પૂજા કરે છે. આ મંદિરમાં પણ એ જ યુગાદિદેવ રાષભતીર્થકરની પ્રતિમા સ્થાપિત થયેલી છે.” આ સાંભળીને મેં પણ એ ઝાડની અને મૂર્તિની વંદના કરી. ત્યારપછી આસન વાળીને ઊંડી શાતિમાં બેઠેલા એક સાધુ–મહાપુરુષને મેં ત્યાં જોયા. એમણે પાંચે ઈદ્રિયને પોતાની અંદર વાળી દીધી હતી. અને તેમના સર્વે વિચારે ધ્યાનમાં અને આત્મસંયમમાં વળી ગયા હતા. હું ત્યાં ગયા ને જેમના હદયમાંથી સૌ પાપવાસના ચાલી ગઈ છે એવા એ પુરુષને પગે લા. પૂજ્યભાવે હાથ જોડીને હું બોલ્યાઃ રાગ અને દ્વેષને નાશ કરવા, ધન, જનને મોહ છોડવા અને પાપવૃત્તિઓમાંથી નિવૃત થવા માટે હું આપને શિષ્ય થવા ઈચ્છું છું. જનમમરણનાં વમળ જ્યાં ઘેરાય છે, મૃત્યુ બંધન ને વ્યાધિરૂપી સમુદ્ર રાક્ષસ જ્યાં પ્રવતે છે એવા સંસારસાગરથી તમારું શરણુરૂપી શઢ લઈને તરી જઈશ.’ કાનને ને હૃદયને મધુર લાગતે સુરે એ બોલ્યાઃ “મરતાં સુધી સાધુને ધમ પાળવે ને ભાર વહે એ કઠણ છે. ખભે કે માથે જડ વસ્તુને ભાર વહે એ માણસ માટે સહેલું છે, પણ ધમને ભાર વહન કર ઘણું કઠણ કામ મનાય છે.” મેં ઉત્તર આપેઃ
આનંદ, પવિત્રતા કે લાભની ઈચ્છા જેને હોય તે જે નિશ્ચય કરે તે એને કશું કઠણ નથી. ગૃહસ્થાશ્રમમાંથી નિકળી સાધુજીવન ગાળવાનો મેં નિશ્ચય કર્યો છે, કારણ કે એથી જ દુઃખ ટળશે.' પછી મને એ સાધુએ જીવને તારનાર અને જન્મમરણમાંથી મુકિત અપાવી મેસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com