________________
૧૯૦:
તરંગવી
કરીને હું ઘરમાંથી નિકળે અને તે પુરુષના બંધ ઢીલા કરી નાખ્યા પછી મેં પોતે કેડ બાંધી, કટાર તથા તલવાર લીધી અને રાત્રે તે કેદીને અને તેની સ્ત્રીને લૂંટારાની ગુફામાંથી બહાર કાઢયાં ને ભયંકર જંગલમાં થઈને એક ગામ સુધી મૂકી આવ્યે. જુદા પડયા પછી સંસારથી વિરકત થઈને મેં હૈયામાં વિચાર્યું. “મેં લૂંટારાઓને અપરાધ કર્યો છે તેથી
હું એમની પાસે તે પાછો. જઈ શકું નહિ. એ જમદૂત * સરદારની આંખ સામે હવે ફરી હું શી રીતે જઈ શકું? વળી મેં લેભે ને વિલાસવાસનાએ જે કર્યું છે એ સ મહાભયંકર પાપ છે, માટે હવે તે એમાંથી મેક્ષ મેળવવાને માટે મારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. વિલાસની માયામાં પડીને જે બીજાની હિંસા કરે છે તે પોતાની ભૂખતાએ કરીને વધારે દુખ માગી લે છે. જે મમતામાયામાંથી મુક્ત થઈ શકે છે, સ્ત્રીઓના પ્રપ ચ જાળમાંથી સરકી શકે છે અને પ્રેમના બંધનથી è રહી શકે છે એ જ સુખી થઈ શકે છે અને સુખ દુઃખમાં સમાન રહી શકે છે. આ વિચાર કરીને હું ઉત્તર તરફ ચાલે. મેં સન્યસ્ત લીધુ ને ( સાંસારિક) વાસનાઓને ત્યાગ કર્યો. દેવનગરી અલકાપુરીનાં તાલવનની યાદ આપતી “પૂર્વતાલ” નામની નગરીએ) જઈ પહેાંયે. નગરની દક્ષિણ બાજુએ કેઈપણ મદનવાટિકા કરતાં પણ સુંદર અને માત્ર સ્વગના નંદનવનની જ સરખામણીમાં મૂકી શકાય એ એક બાગ છે. એની લીલોતરી, ફૂલ અને ફળની શોભાએ કરીને હૃદયને આનંદ આપે છે. ભમરાનાં ટોળાંએ અને ૫ ખીઓના ગને કરીને પૃથ્વીના સી બાગને જાણે અહીં સાર ખેંચાઈ આવ્યા હેય એવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com