________________
તરંગવતી
: ૧૯૯ :
થોડાં વર્ષ તું જીવનને આનંદ ભેગવી લે. ત્યાર પછી, જ્યારે આવા કઠણ વ્રત સ્વીકારવાના દહાડા આવે ત્યારે તું તે ખુશીથી લેજે.શેઠને પુત્રે દઢ મને દષ્ટાંતે દઈને (અને રદીયો આપીને) પોતાના માબાપના કાલાવાલાભય શબ્દોને આમ જવાબ આપેઃ “અજ્ઞાન કરીને રેશમને કીડ જેમ પોતે ઉપભોગ કરવાને પોતે જ વણેલા કેકઠામાં ગુંચાઈ રહે છે, તેવી જ રીતે મેહાન્ડ પુરુષ ઉપગની લાલસાએ સ્ત્રીને કારણે માયામાં પડે છે અને તેથી અનેક દુઃખ લેગવે છે. ખેટા રૂપથી ભેળવાઈને અને મોહથી ભરમાઈને વિવિધ પ્રકારની વહુએરૂપ કાંટાવાળા સંસારમાગમાં જાળામાં એ ફસાઈ પડે છે. સ્ત્રીના વિજેગથી જેટલું દુઃખ થાય છે એટલું પણ સુખ સ્ત્રીથી એને મળી શકતું નથી. ધનમાલથી પણ દુઃખ છે, તેને પ્રાપ્ત કરતાં પણ દુઃખ અને સાચવતાં પણ દુઃખ. તે જ્યારે નાશ પામે છે ત્યારે ખેદ થાય છે અને માબાપ, ભાઈ, વહુ, છોકરાં ને સગાંવહાલાં એ તે નિર્વાણના માર્ગમાં બંધનની સાંકળે છે. જેમ સંઘમાં એકઠા મળેલા લેક એક બીજાની સાથે રહેવા ઈચ્છે છે અને પ્રવાસનાં દુઃખને લઈને સાથે ચાલે છે, પણ વનમાં (ભય) આવી પડતા જુદી જુદી દિશામાં પોતપોતાને માગે વેરાઈ જાય છે, તેમ સગાંસંબંધી આ સંસારજાત્રામાં નેહસંબધે સુખદુઃખ ભોગવવાને અને એકબીજાને મદદ કરવાને એકઠાં મળ્યાં છે. પણ પછી મરણ થવાથી કે સંસારમાં થી નિકળી જવાથી એ જુદાં પડે છે. ત્યારપછી પિતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com