________________
તરંગવતી
૧૯૭ .
આવા બધાં કર્મોથી, હે પૂજ્ય પુરુષ! હું દૂર રહીશ.”) આ વ્રત જે સરળતાથી સારી રીતે પળાય તે મોક્ષ પમાય. વળી આ વ્રતને કારણે જીવહિંસાથી, અસત્યથી, અસ્તેયથી, સ્ત્રીસંસર્ગથી અને પરિગ્રહથી તથા રાત્રિભજનથી અમારે સર્વથા દૂર રહેવાનું હતું. વળી જીવનના, મરણના અને દેહના સી સ્વાર્થ ત્યાગ કરવા જણાવનારાં જે ઉપવ્રતે તે પણ અંતે અમે ગ્રહણ કર્યા. ચાકરોએ ખબર પહોંચાડ્યાથી અમારાં માબાપ ત્યાં આવી પહોંચ્યાં અને અમારી દીક્ષાની વાત સાંભળીને નગરમાંથી બાળકો, વૃદ્ધો ને સ્ત્રીઓ પણ ઉત્કંઠિત થઈને આવી પહોંચ્યાં. એમ એ માટે ભાગ સંબંધીઓથી અને અનેક જિજ્ઞાસુજનથી ભરાઈ ગયે. લેકનાં શરીર એક બીજાથી દબાવા લાગ્યાં અને હેમાથાંને પરથાર થઈ ગયો હિોય એટલી ભીડ થઈ ગઈ. વ્રતના નિયમને અનુસરીને અમે અમારું એકે એક ઘરેણું ઉતારી દીધું હતું. એ જોઈને અમારાં સગાં તે રેવા મંડ્યાં અને અમારાં બંનેનાં માબાપ તે આવતાંની સાથે જ છૂટે મ્હોંએ રડવા લાગ્યાં. વળી મારાં સાસુસસરા તે અમને જોતાંની સાથે જ મુચ્છ ખાઈ જમીન ઉપર પડ્યાં. મારાં માબાપને આત્મા ધર્મના બેધથી કંઈક વિશુદ્ધ બનેલો હતો અને એ જન્મમરણના સંસાર દુઃખને જાણતા હતા જ, તેથી એ પિતાની આંખનાં આંસુ કંઈક ખાળી શક્યાં અને મને ઠપકો દેતાં હોય એમ નહિ પણ વારતાં હોય એમ બે ત્યાંઃ “દીકરી, તારી આ નાની ઉમરમાં આ તે તે શું સાહસ કર્યું ? આવી કુમળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com