________________
વરંગવતી
: ૧૯૫ :
ધમ પાળી લેવું જોઈએ; ડાબલી વગાડતું મેત આવે ત્યાર પછી તે કંઇ તપસ્યા થઈ શકે નહિં. જ્યાં લગી ઈકિયે સાબુત હોય અને શરીર ચાલતું હોય ત્યાં સુધી માણસ મુક્તિની તૈયારી કરી શકે. જીવન ચંચળ છે અને અનેક વિધનથી ભર્યું છે, માણસે એના ઉપર વિશ્વાસ ન રાખવે અને પારમાર્થિક કાય કરવા માટે ક્ષણભરને પણ વિલંબ ન કરે. જે મરણ ને દુઃખ કંઈ હોય જ નહિ તે માણસ ધામ આચરે કે છેડે તે પાલવે, પણ જે મરણ આવવાનું જ છે તે કરેલી આળસ માથે પડશે, તેથી શરીર સાજું હેય ને શક્તિ સારી પેઠે હોય ત્યાં સુધી જ જીવનસુધારણાનું કાર્ય મનુષ્ય સફળતાપૂર્વક કરી શકે છે. એ પવિત્ર પુરુષના શબ્દો સાંભળીને સંસાર ઉપર અમને વૈરાગ્ય થયું અને પવિત્ર જીવન આરંભવાને અમે નિશ્ચય કર્યો, તેથી અમે ત્યાં જ અમારે શણગાર ઉતારી દીધે અને દાસીઓને સેંપી દઈ કહ્યું: “અમારાં માબાપને આ સંપજે અને કહે કે “એ બંને દુઃખથી અને જન્મમરણની પરંપરાથી કંટાળ્યાં છે. અને એટલા માટે એ દુઃખથી પાર કરનાર ધમમાગે ચઢ્યા છે. અવિચાર અને બેદરકારીને કારણે અમે જે સારા નરસા આચારથી તમને હેરાન કર્યા હોય એને માટે તમે અમને ક્ષમા આપજો.” આ સમાચાર દાસીઓમાં ફેલાતાં તે તથા નર્તકીઓ પણ દોડતી આવી. એ મારા પ્રિયને પગે પડ્યાં ને કાલાવાલા કરવા લાગ્યાં. “અમને અનાથ કરી મારી નાખે ના !' કેટલીકે એમના પગને અડવા ફૂલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com