________________
તરંગવતી
: ૧૯૩ :
લઈ જનાર વીતરાગ દીક્ષા આપી. આ સાધુધમ પંચમહાવ્રતસ્વરૂપ છે, તેથી તેનું રહસ્ય અને વિનય, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, સમ્યભાષણ વિગેરે આચારવિચાર એમણે મને સમજાવ્યા. ત્યારપછી ક્રમથી મને જન આગમને અભ્યાસ કરાવ્યું. એમાં સૌથી પ્રથમ હું ઉત્તરાધ્યયનરૂપે ગણાતાં ૩૬ અધ્યયને શીખે. એ અધ્યયનમાં બ્રહ્મચર્ય, ગુપ્તિ, ધર્મ વિગેરેનું સ્વરૂપ બતાવેલું છે. એના પછી આચારાંગસૂત્ર ભયે, એમાં મુક્તિ માગ બતાવનાર નવ અધ્યયને આવેલાં છે. એના પછી સૂત્રત, સ્થાન અને સમવાય નામનાં શાસ્ત્રો ઊંડે ઉતરીને નિયમ પ્રમાણે શીખે. તે પછી શેષ રહેલાં કાલિકસૂત્રો અને અંગપ્રવિષ્ટ ગ્રે છે શીખ્યા બાદ પૂવગત ગ્રંથને પણ બરાબર અભ્યાસ કર્યો. એણે કરીને જગના ભૌતિક અને મૌલિક સ્વરૂપનું મને જ્ઞાન થયું. આવી રીતે બાર વર્ષ ભણવામાં ને સાથે સાથે સંસાર ઉપરને મેહ છેડવામાં ચાલ્યાં ગયાં. આમ સમ્યગ જ્ઞાન અને આત્મસંયમ વડે હું મારા આત્મકલ્યાણને માર્ગે આગળ વધતું જાઉં છું અને લોકોને પણ એ અનુત્તર-સર્વશ્રેષ્ઠ ધમને ઉપદેશ આપ્યા કરું છું.”
૧૧. ત્યાગ અને સાધના, (સાઠવી આગળ કથા કહે છેઃ) “જ્યારે અમે આ ખેદજનક અનુભવ સાંભળ્યો ત્યારે અમે અનુભવેલું દુઃખ નવેસરથી તાજું થયું. આંસુભરી આંખે અમે એક૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com