________________
તરંગવતી
* ૧૮૯ :
ત્રણ સમુદ્ર પા૨ પ્રખ્યાત થયેલા શેઠને ઘેર, આ મારા પ્રિય નવા અવતારમાં પુત્ર થઈને અવતર્યો. (મેટા થતાં) અમે ચિત્રવડે એક બીજાને ખોળી કાઢ્યાં. એમણે મારું માગું કરાવ્યું, પણ મારા પિતાએ એ માગું પાછું વાળ્યું. મે એમની પાસે દૂતી મોકલી અને પછી એક વારના નેહથી પ્રેરાઈને રાતને અંધારે હું પિતે પણ મારા પ્રિયની હવેલીએ ગઈ. અમને અમારાં માબાપની બીક લાગી, તેથી મછવામાં બેસી નાશી ચાલ્યાં ને પછી ગંગાને રેતીકિનારે લૂંટારાને હાથ પકડાઈ ગયાં.” એ રીતે એ યુવતીએ પિતે અનુભવેલી પિતાની સુખદુઃખની સૌ કથા રેઈડને એ પકડાએલી સહભાગિનીઓને કહી સંભળાવી, પણ મને એ વર્ણનથી મારા પૂર્વભવની વાતે સાંભરી આવી ને તેથી હું બેભાન થઈ ગયો. જ્યારે મને પાછું ભાન આવ્યું ત્યારે તે (ભવના) મારા પિતા, મારી માતા તથા પત્ની અને તે વખતને મારે સો અનુભવ તેમજ કુળધમ પણ મારા મન આગળ તરી આવ્યું, અને તે સ્ત્રીએ તેના સ્વપ્નમાં જે જોયું હતું ને સમજી ગયે; તેથી મારું હૈયું દયાથી અને ભલી લાગણીથી (એ જેડા તરફ) નરમ બની ગયું. હું જાણું શક્યો કે જેનું મેં વગર વિચારે જે મેત નિપજાવ્યું તે ગંગાના શણગારરૂપ ચકલાકનું જેડું આ જ છે. હવે આ સંકટમાં આવી પડેલાં સ્નેહજુગલને ફરી તે મેતના મેમાં મૂકી શકે નહિ. એક વાર કરેલી એ હિંસાને બદલે મારા જીવનને જોખમે પણ આપવો જોઈએ. એ બંનેને હું ઉગારી લઈશ અને એ રીતે હું શાન્તિ પામીશ. એ ઠરાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com