________________
તરંગવતી
: ૧૮૭ :
મારી સાથે એણે માયાથી વાતચિત કરી, તેથી બીજા લૂંટારા પણ મારી સાથે આદરથી વર્તતા. આથી હું ત્યાં વિના હરકત ને આનંદે રહેવા લાગ્યો. ઘણા ધીંગાણામાં મેં મારું ખૂબ શીય બતાવ્યું ને તેથી મારે મોભે ને માન વધ્યાં અને આ રીતે આખરે હું એક નામી લૂંટારે ગણાવા લાગે. જુદ્ધ હોય કે ના હોય, અમે નાશી જતા હઈએ કે કેઈની પાછળ પડયા હાઈએ, પણ હું હમેશાં નાયકની બાજુમાં જ રહેતા અને મારા સોબતીએ મને ‘શકિતધર” “નિદય” “જમદૂત આદિ નામે ઓળખતા. શત્રુને હું ચીરી નાખતે, મિત્રોને બક્ષીસ આપતે અને જુગાર રમતી વખત સરતમાં મારી જાતને પણ મક્ત. એવી રીતે બહુ કાળ સુધી મેં એ લૂંટારાઓની ગુફામાં મારા સાથીઓ સાથે યમદેવના ખભા હલાવ્યા. એક વાર અમારી એક ટોળી અમારા એ નિત્ય કર્તવ્ય ઉપર ગઈ હતી ને ત્યાંથી લૂંટમાં એક જુવાન જેડાંને ઘેર લઈ આવી. એ વાતની ખબર થતાં, એમને જોયાં પહેલાં જ કાળીની સ્તુતિ થવા લાગી ને એમને (અમારા) સરદાર પાસે આણ્યાં. એ સ્ત્રીપુરુષને જ્યારે એણે જોયાં ત્યારે તે સ્ત્રીએ પોતાની સુંદરતાને લીધે એનું હૈયું હરી લીધું. એણે નિશ્ચય કર્યો કે આ અપ્સરા સરખી સુંદરીને કાળીને ભેગ આપ. કાળીની બીકથી એને પિતાની સ્ત્રી બનાવવાની એની હિંમત ચાલી નહિ, પણ મનમાની રીતે લૂંટારાઓને દાગીના તે લેઈ લેવા દીધા અને એ જેડા પાસે જે કંઇ કીંમતી ચીજ હતી તે સૌ એણે એમને સેંપી. દીધી. સરદારે મને કહ્યું: “આ મહિનાની નવમીએ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com