________________
તરંગવતી
= ૧૮૫ ૨
પૂર એ બહુ વિશાળ કાશી નામે દેશ છેઃ કમળસરોવર ઉપર અને બાગમાં આનંદ કરવાને અનેક પ્રવાસીઓ આવે છે. સાગરરાણી ગંગાનદીને કાંઠે દ્વારવતી સમાન વારાણસી નગરી છે. ગંગા નદીના જાં એ નગરીને કિલા સમાન છે. એમાં અનેક મોટા વ્યાપારીઓ વસે છે. તેમની સ્ત્રીઓ અમૂલ્ય આભૂષણથી ક૯પવૃક્ષ જેવી શણગારાયેલી રહે છે. અકેકે વ્યાપારી લાખોને હિસાબે માલ વેચે છે ને ખરીદે છે. એમની હવેલીઓ અલગ અલગ છે, તેથી તેમનાં આંગણુમાં જ નહિ પણ (હવેલીઓની) વચ્ચે લાંબે રાજમાર્ગો પણ વાતાવરણમાં થઈને ઠેઠ જમીન સુધી સૂરજ પિતાનાં કિરણ ફેંકી શકે છે. અહીં (એક વ્યાપારીની આવી હવેલીમાં) મારે જન્મ થયે અને મારું નામ રૂદ્રયશસ્ પડયું. રિવાજ પ્રમાણે લેખન આદિ વિવિધ કળાઓ શીખ્યો. પણ થોડા જ સમયમાં ઉડાઉ બનાવનાર, કલંક લાવનાર, ટૂંકામાં બધા દુર્ગને વસાવનાર જુગારની રમત તરફ મારું વલણ થયું. એ રમત કરીને હલકા લોકે અનેક રીતે નષ્ટભ્રષ્ટ થઈ જાય છે અને છળકપટમાં નિર્દય અને છતવાને માટે ગાંડા બની, જઈને બધા સદ્ગુણેને વિસારી મૂકે છે. આ જુગારના મેહમાં હું પડ્યો અને અંતે ચોરી કરવા લાગ્યા અને એથી મારે કુળપવત દાવાનળની પેઠે બળવા લાગે. ઘર ફાડવાં ને જાત્રાળુઓને લૂંટવા એ મારે બંધ થઈ પડ્યો ને મારાં આવાં કમને લીધે મારા કુટુંબીઓને નીચું જેવાને પ્રસંગ આવ્યું. એવી રીતે બીજાઓનું ધન લૂંટ વાને ઈરાદે રાતે હાથમાં તલવાર લઈને રાજમાર્ગો નિકળી
શ્રેયા કુળ
વ
શાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com