________________
તરગવતી
૨ ૧૮૧ ૩
ધર્મમાં પારંગત થયેલા એ સાધુએ પેાતાની જીવનની કથા આનંદમય શાન્તિએ મીઠી અને શાંત વાણીવડે આ પ્રમાણે કહીઃ-“ ભેંસ, સાપ, ચિત્તા અને હાથીએ જ્યાં વસે છે એવા ભયક્રર વનપ્રદેશમાં આવેલા ચપાપ્રાન્તની ધારે પારધિએ રહેતા હતા, તેઓ વનમાં સંહાર કર્યા કરતા; તેમનું સંસ્થાન યમરાજના ગુપ્તવાસ સ્વરૂપ હતુ. તેમની જોબતવતી કન્યાએ રાતા રંગનાં વસ્ત્ર પહેરતી અને વળી એમની નારીએ જુવાન હાથીઓના દાંતવš હથિયાર બનાવવાનું કામ કરતી. હું પણ પાલા ભવમાં ત્યાં પાધિ હતા અને હાથીઓના શિકાર કરતા. વનમાં જીવન ગાળતા ને માંસ ખાતા, મારા સફ્ળ માણુવેધનાં લેક વખાણ કરતા અને તેથી મને ‘ સિખાણુ’ કહેતા, મારા પિતા પાધિ હતા, એ પેાતાની નેમ કદી ચૂકતા નહિં.પેાતાના ધંધામાં કુશળ હાવાથી એમને લેાક વ્યાય રાજ' કહેતા. મારી માતા મારા પિતાની માનીતી હતી ને તે પેાતે પણ એક પારધિની પુત્રી હતી. વનનું ભયંકર અને અભિમાનભર્યું સૌદર્ય તેનું પાતાંનુ જ હતું, એથી લેક એને ‘વનસુંદરી ’ કહેતા. ‘“ જુવાનીમાં એક વાર મે* મારું તીર એક હાથી ઉપર તાધ્યું, ત્યારે મારા પિતાએ મને શિખામણ આપીઃ ‘આપણા કુળમાં જે માચાર પળાય છે તે તુ સાંભળ. પ્રજા ઉત્પન્ન કરી શકે એવા હાય ને ટોળાના નાયક હોય એવા ભત્ર્ય હાથીને તારે મારવા નહિ. વળી પેાતાનાં ખચ્ચાંનું રક્ષણ કરવાને સ્નેહવશ થઈને પારિધના ભય કર્યા વિના બચ્ચાની સાથે ચાલે છે એવી જે હાથણી તેને પણ ખચાવવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com