________________
= ૧ર :
તરંગવતી
તેમજ હાથીનું જે બચું હજી ધાવતું હોય તેને પણ મારવું નહિ, કારણ કે નાનાને મેટુ થવા દેવું જોઈએ. વળી કોઈ નર તથા માદા નેહવશ દેવજેગે આગળથી જ સંગ કરતાં દેખાય, તે તારે એ બેને વિખૂટાં નહિ પાડવાં, કારણ કે તેમના સ્નેહસંભેગથી બચ્ચાં થાય છે. આ આપણે કુળાચાર છે તે તારે પાળ જોઈએ. જે એ આચાર ઓળંગે છે તે અને તેનાં કુટુંબીઓ નાશ પામે છે. (હાથીનાં) બચ્ચાંને મારવાં નહિ અને તેના વંશને બચાવવું જોઈએ. આ શીખી લે અને (પછીથી) તારા પુત્રને પણ શીખવજે.? આ ભાવનાએ જ હું મારે ધંધે ચલાવતું હતું અને ગાઢા જંગલમાં રસ્તે કાપત અને ગુંડા તથા જંગલી બળદો તથા જંગલી ભે સે તથા હરણે તથા હાથીઓ તથા સુવરની પાછળ પડતે. સરખા ઘરની એક જુવાન ને સુંદર કન્યા સાથે મને મારાં માબાપે પરણાળે. એ મને નેહાનંદ આપતી. એ રંગે શ્યામળી હતી, એનાં સ્તન કોમેદ્દીપક હતાં, નિતંબ ભારે હતા અને ચંદ્રમાના હાસ્યથી પ્રકાશ પામતું હાય,એવું એનું મુખ હતું. એની આંખે રાતા કમળ જેવી હતી અને જુવાનીના જોરથી એનું કલેવર ખીલી ઊઠેલું હતું. ટૂંકમાં એની વિશુદ્ધ સુંદરતાને લીધે અને એના બળે મારી જુવાનીમાં એ મારા મહાભાષ્યરૂપ બની રહી હતી. વનનું આવું મનગમતું રત્ન જેની પાસે હોય તે શિકારના આવા ખજાનાથી સંતોષ પામ્યા વગર કેમ રહે! મારી પારવણના મેહભર્યા આલિંગન માંથી છૂટી સવારમાં ઉઠતે અને પછી મદિરા અને રાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com