________________
તરંગવતી
૧ ૧૭૭ 8
તે ત્રણ રીતે મનથી, વાચાથી ને કમથી. મૂઢ જીવ (મેહે કરીને સંસારમાં) લિપ્ત થઈ જતાં કમના બંધનમાં પડે છે પણ મેહથી મુક્ત થઈને સંસારમાં વસે છે તે તે પોતે કર્મથી અલિપ્ત રહે છે. તીર્થકરોએ એ જ પ્રકારને ટૂંકામાં બંધ અને મેક્ષ સંબંધે ઉપદેશ આપે છે. એક બાજુથી આત્મા (અમુક કર્મોથી) મુક્ત થાય છે, અને બીજી બાજુથી અમુક કર્મોથી એ બંધાય છે; એ રીતે સંસારપ્રવાહના યંત્રમાં ભમરડાની પેઠે એ ફર્યા કરે છે. સારાં કમે એ બંધાય તે (ફળ પાકીને) દેવાનિમાં અવતરે છે, મધ્યમ કમથી માનવનિમાં અવતરે છે, મેહમય કમથી પશુનિમાં પુનર્જન્મ પામે છે ને બીલકુલ ખરાબ કમથી નરકમાં પડે છે. રાગ અને દ્વેષને જે દબાવી દેતું નથી તે કમના બંધનમાં પડે છે. વળી પ્રાણાતિપાત, અસત્ય, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ; તેમજ કેધ, માન, માયા અને લોભ, ભય, તરંગ, કુટિલતા, અપ્રમાણિકતા આદિ; આ બધા દુર્ગુણે જ્યારે અજ્ઞાન સાથે ભેગા થાય છે ત્યારે કર્મના બંધનનું મૂળ દ્રઢ બને છે; એમ સારરૂપે તીથ. કરેએ કહ્યું છે. તેલ ચાળેલા માથા ઉપર જેમ ધૂળ ચોંટી જાય છે, તેમ રાગ અને દ્વેષના વિચારોએ ખરડાએલા આત્માને કમ એંટી જાય છે, અને તેના પ્રભાવથી આમા પૃથ્વી, પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિ જેવી અતિ સૂક્ષ્મ જીવનિઓમાં વારંવાર જન્મમરણ કરતે પરિભ્રમણ કર્યા કરે છે. સાધારણ રીતે વર્ણવીએ તે ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com