________________
તરંગવતી
: ૧૭૩ :
મારા પતિએ વિદ્વાન મિત્રોની સહાયતાથી એક નાટક રચ્યું હતું. તે નાટક નટીએ મને ભજવી બતાવે એવી વ્યવસ્થા છેડા દિવસ પછી મારા સસરાએ કરી. આમ અમે આ ભવ્ય મહેલમાં સંબંધીઓ અને મિત્રો વચ્ચે, કમળસરોવરમાંના ચક્રવાકની પેઠે, મહાઆનંદે રહેવા લાગ્યા. અમારાં હૈયાં નેહાનંદે કરીને ગંઠાઈ ગયાં અને અમે પળવાર પણ એક બીજાથી અળગાં રહી શકતા નહિ. હું જાણે નેહના લાંબા સુખને માટે સરજાઈ હતી તેથી એક પળ પણ જે હું એકલી પડતી તે ય મને એ પળ બહુ લાંબી લાગતી. નાહતાં, ખાતાં, શણગાર સજતાં, સૂતાં, બેસતાં, ટૂંકમાં સૌ કામકાજ કરતાં અમે અંદરની એકતા ને આનંદ ભગવતાં, તે એટલે સુધી કે અમે માળાઓ પહેરીને, અને સુગંધી પદાર્થો અમારા શરીર ઉપર છાંટીને અને ચાળીને નાટક જોવા જતાં ત્યારે પણ એવી એકતાને આનંદ લેગવતાં. આમ અમે કશી પણ ચિંતા વિના સ્નેહમાં એક થઈ રહેતાં. આમ સુખસાગરમાં તરતાં તરતાં તારાએ અને ચંદ્રથી પ્રકાશતી રાતેવાળી સુંદર શરદુ સુખમાં ચાલી ગઈ પછી શિશિરની રાતે આવી. તે લાંબી થવા લાગી ને ઝાકળ પડવા લાગે; સૂરજ પિતાને પ્રકાશ ઉતાવળે ખેંચી લેવા લાગે; (ગ્રીમની વિલાસસામગ્રીઓ) ચંદ્ર, ચંદન, મેતીની માળા, કંકણ, સુતરનાં ને રેશમનાં કપડાં એ સઉ મનથી ઉતરવા લાગ્યાં. શિયાળે આવ્યે. બરફ સાથે એની પણ મજા લેતે આવ્યું. ઘેરઘેર સ્નેહીજન અને (ઘેર આવેલા) બધા પ્રવાસીઓ આનંદ કરવા લાગ્યા. ત્યારપછી વસંતમાં ઠંડી ચાલી ગઈ ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com