________________
: ૧૭૨ :
તરંગવતી થયેલા પ્રારબ્ધને આધીન છે. માણસની ઈચ્છા હોય કે ના હોય, પણ એ પ્રારબ્ધ વડે માણસ સુખ દુઃખ પામે તેથી ભૂલ થઈ જાય તેનો દોષ લેવે ના ઘટે; કારણ કે કુટિલ કાળદેવતા એને ખેંચી ગયે. પૂર્વભવની વાત એને સાંભરી આવી અને તેથી એક વખતના કમનું ફળ એને મળ્યું, ત્યારે તે એની ભૂલ બહુ નાની કહેવાય. મારે એ દીકરી ઉપર એ ભાવ છે અને મારા હૈયામાં એ એવી વશી રહી છે કે એના વિના મારાથી જીવાશે નહિ.” આવે વચને કાલાવાલા કરીને નગરશેઠની પત્ની પોતાના સ્વામીને પગે પડી, અને “ઠીક ત્યારે એવું એમની મરજી ન છતાંય એમની પાસે કહેવરાવ્યું. પછી એમણે કહ્યું
ધીરજ ધર! એ તારી લાડકી તને લાવી આપીશ; એ બે કયાં ઉપડી ગયાં છે તેની શેઠ પાસેથી ખબર પડશે.” એમ બોલી તારા પિતા પછી રથમાં બેસીને અહીં આવ્યા અને તેમને બેને શી રીતે ઘેર પાછાં લાવવા એ બાબત શેઠ સાથે વિચારવા લાગ્યા, પણ (તે દરમિયાન તારે પિતાના) ખરાબ કુટુંબે તે મને ધમકાવી, આંખે કાઢીને એક લપડાક ચેડી કાઢીને આમ મને સજા કરી. વળી એ કહેવા લાગ્યાં કે “તું એને ત્યાં લઈ જ કેમ ગઈ? વળી તમને ખાળવાને માટે માણસે મોકલ્યાં અને તમને આવતાં સાંભળીને એ સૌ રાજી થઈ અહીં પાછા આવ્યાં. (સાધ્વી કહે છે.) સારસિકાએ જે બધું જાણ્યું હતુ એ સર્વ એણે મને વિગતવાર કહી સંભળાવ્યું અને પછી મારા સ્વામીએ શા માટે ઉતાવળ કરી હતી ને દાસદાસી વગર અમે કેમ ચાલ્યા ગયા એ વાત મેં એને કહી સમજાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com