________________
તરગવતી
માં મને મારી પણ સલામતી લાગી નહિઁ; છતાં યે તારા ખંડમાંથી તારા દાગીનાની થેલી, નગરના મણિરૂપ એ થેલી લઈને અહીં આવી. પણ મારી એટએટલી વાંછના છતાં તું તે મને મળી નહિં ને તેથી નિરાશ થઇને એ દાગીનાની થેત્રી લઈને પાછી ગઇ. ‘ આહુ મારી સખી ’ એવા નિસાસા નાખીને તારાં ખંડમાં પડી ને ખુબ છાતી કૂટી. ધીરેધીરે મારી ગભરામણભરી એકાન્તમાં શાન્તિ વળતી ગઈ ને મને આમ વિચાર આવ્યે · એમના પડદે નગરશેઠને નહિ ખેાલુ તેા એ પેાતાની દીકરી ઉપર ભારે ક્રોધ કરશે, માટે હું એમ કરીશ કે જતે દહાડે એ એમની દયા પામે. મારૂં પેાતાનું પણુ ઘેાડુંઘણું ઋણુ આ પ્રમાણે વળશે. ' મારા અકળાએલા હૃદયમાં આવા આવા વિચારા ઊઠ્યા અને હુ' પથારીમાં જઇ પડી, પણ તે રાતે ઉંઘ ખીલકુલ આવી નહિ. પછી સવારમાં હુ” નગરશેઠને પગે પડી અને તારા પૂર્વભવ તને સાંભરી આવ્યાની અને તારા પ્રિયની સાથે તારા ચાલી ગયાની સો કથા એમને કહી દીધી પણ એ તે પેાતાના અનમ્ર કુળાભિમાનને કારણે, રાહુએ ગ્રસાએલા ચંદ્રની પેઠે પેાતાનુ સો તેજ હારી બેઠા, હાથ ચાળીને એ મેલ્યા: ‘ અરેરે! કેટલું ભયંકર. આપણા કુળ ઉપર આ શું કલંક આવી પડયું! એ ચક્રવાકનેા કે શેઠના દીકરાના પણ કશે। દોષ નથી, દોષ માત્ર મારી દીકરીના કે જે આમ સ્વચ્છંદી થઈને ચાલી ગઇ. ની જેમ પેાતાના જ કિનારાને ડુબાડે તેમ ભ્રષ્ટ નારીએ પેાતાના કુળની આબરૂને ડુબાડે છે. અશુદ્ધ પુત્રી ઊંચા અને ધનવાન
૩ ૧૭૦ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com