________________
તરંગવતી
: ૧૬૯ :
અમારા પાછા આપવાથી અમારા ઘરનાં બધાં માણસે ખુશી થયાં. ખરે, અજાણ્યા લેકને સારું નગર પણ અમને હેતે મળવા ઉતાવળે ભરાઈ ગયું અને વખાણ કરવા માટે, આશીર્વાદ આપવા અને વધાવવા માટે અમે સુંદર કીંમતી ભેટે આપી. કુમાષહસ્તીને તે બદલામાં હજાર સોનામહોર મળી અને અમને પણ સી સંબંધીઓએ એકઠાં મળીને અમૂલ્ય ભેટ આપી. શુભ મુહૂર્ત નિરધારીને અમારા બંને કુટુંબને શેભે એવા ઠાઠથીનગરમાં કદી થયે નહિ એવા ઠાઠથી–અમારાં લગન થયા. આખો વખત એ અસાધારણ ઉત્સવ મંડા કે અનેક લેઓએ આ આનંદ કદી નહિ અનુભવ્યું હોય ! અને અમારાં બંને કુટુંબે હૃદયભરી મિત્રતાએ, આનંદશેકને સમાન અનુભવ કરવા લાગ્યાં અને બંને કુટુંબી જાણે એક જ હોય એમ દેખાવા લાગ્યાં. વળી મારા સ્વામીએ ગૃહસ્થ લેવાનાં પાંચ વ્રત લીધાં અને જિનેશ્વરપ્રભુના દર અમૃતપદેશનું મનન કરતાં આદશ ગૃહજીવન ગાળવા લાગ્યા. હું પણ આગળ કહી ગઈ છું એમ એકસો ને આઠ આયંબિલ પૂરા કરતી હતી, કારણ કે એ જ વ્રતથી મારી કામના સફળ થઈ હતી. હવે મારી સખી સારસિકોને મેં પૂછ્યું: “હું મારા સ્વામી સાથે ચાલી નિકળી, ત્યાર પછી ઘેર તારી શી સ્થિતિ થઈ ? ' સારસિકાએ ઉત્તર દીધે: “ તારી સૂચના પ્રમાણે તારા દાગીના લઈ આવવાને હું તો ઉતાવળી ઉતાવળી ઘેર ગઈ. દરવાજાને આગળ ન જોયાથી ઘરના લેકને વ્યાકુળ થઈ ગયેલા મેં જોયા અને મહેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com