________________
: ૧૬૮ :
તરંગવતી
-
-
-
-
સુધીના જીવન વિશેની વાતે પૂછવા માંડી. ત્યારે મારા પ્રિયે અમને જે અનુભવ થશે તે હતો તે સી એમને કહી સંભળાવ્યેઃ અમે એક વાર સાથે વસતાં, એ સહવાસ પ્રિય હોવા છતાં અમારૂ મૃત્યુ થયું ને તેથી વિગ થયે, એ ચિત્રોને લીધે પાછો સંજોગ થયે, મછવામાં બેસીને નાસી ગયાં, લૂંટારાના હાથમાં ફસાયાં, મરણના મમાં જઈ પડ્યાં, એમની ગુફામાંથી એક લૂંટારાએ બચાવી નસાડ્યાં, વનમાં પ્રવાસ કર્યો, એક ગામ મળી આવ્યું અને છેવટે કુલમાષહસ્તી સાથે ભેટે થયે. આ સો વાત વણવી. અમારે એ સૌ અનુભવ મારા સ્વામીએ વર્ણવ્યું તે સાંભળીને બંને પક્ષની આંખમાં પાછાં આંસુ ભરાઈ આવ્યાં. અને મારા પિતા બોલ્યાઃ તમે આ વાત અમને પહેલાં કેમ ના કહી ? તમને આટલું દુઃખ પણ પડત નહિ ને આટલે પસ્તા પણ થાત નહિ. જરા પણ ભલું કર્યું હોય તેને માટે પણ સારો માણસ હદ ઉપરાંત ઉપકાર માને છે અને એને બદલે વાળી શકાય નહિ ત્યાં સુધી પિતાને ઋણ માને છે, ત્યારે જેનું એક વાર ભલું કર્યું છે તેના ઉપ૨ વળી ફરી ભલું કરાય તે માણસે ઉપકાર માને નહિ તે શી રીતે જીવી શકે ? એવા ભલાને એને મેરુપર્વત એટલે ભાર લાગે છે અને તેને બેવડે બદલે વાળી શકાય ત્યારે જ એને સંતોષ થઈ શકે છે. તમે મને જીવન આપ્યું છે ત્યારે હું પણ તમને જીવન આપી શકું તે જ જીવવું સારું લાગે. આવાં આવાં વચનથી મારા પિતાએ અને બીજા શેઠીઆઓએ અમને રીઝવ્યાં અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com