________________
• ૧૨૬ :
તરંગવતી
લા. મારા સ્વામીને માન આપવાને માટે રાજમાર્ગ ઉપરના લેકએ નેહભરી દષ્ટિએ એમની તરફ જોયું, એટલું જ નહિ પણ હાથ જોડીને નમસ્કાર કર્યો. બહાર નીકળી વાદળાંથી ઢંકાઈ રહ્યા પછી જેમ શરચંદ્ર બહાર નીકળી આવે એમ પરદેશથી પાછાં અમને ઘેર આવેલાં જોઈને સૌને આનંદ થયે, એટલું જ નહિ પણ સૌએ અમને આશીર્વાદ આપ્યા ને તેમાં પણ બ્રાહ્મણેએ અગ્રેસર થઈને. હૃદયના આ ઉમળકાને એ કશે લૂખે કુત્તર આપી શકયા નહિ. બ્રાહ્મણ શ્રમ અને એવા પૂજ્ય લેકને એમણે પણ હાથ જોડીને નમસ્કાર કર્યા, મિત્રોને આલિંગન દીધાં ને બીજાઓને ધન્યવાદ દીધા.
કઈ કઈ બોલવા લાગ્યાઃ “નગરશેઠના મહેલ આગળના ચિત્રમાં ચીતરેલે.ને જેને શિકારીએ વીંધી નાખે એ ચક્રવાક પિલે રહ્યો અને તેમાં ચીતરેલી અને જે સતી થઈને નગરશેઠને ઘેર દીકરી થઈને અવતરી છે તે આ જ આ (ભાગ્યશાળી) વધુ છે. પ્રારબ્ધ ચિત્રમાંનાં એ બેને કેવી સુંદર રીતે એકઠાં આણી દીધાં છે! બીજા કોઈ બલવા લાગ્યાઃ “કે સુંદર છોકર!' બીજાએ ટાપસી પૂરીઃ “કેવું સારું!” “કેવું જુગતે જેડું!” “એ એને શેભ જ છે!” “ઊસ્તાદ છોકરો છે !” એમ સૌ લેકોએ મારા પ્રિયતમને વખાણયાં. પછી અમે ધીરેધીરે એમને મહેલે આવી પહોંચ્યાં ત્યારે અમને દાસદાસીએ પગ ધોવાનું પાણી આપ્યું અને સુંદર પાત્ર આણુને તેમાંથી દહીં, ચોખા અને ફૂલ દેવને ચઢાવ્યા. પછી અમને મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com