________________
: ૧૬૪ :
તર ગવતી
વસ્તીવાળી શાખાંજના નગરીમાં આવી પહોંચ્યાં. અહીં અમે (મારા સ્વામીના ) મિત્રને ત્યાં આનથી ગયાં. એની કૈલાસના શિખર જેવી હવેલી એ નગરીનાં અનન્ય શણગારરૂપ હતી. અમારે માટે નાહવાની, ખાવાની અને સુવાની ઉત્તમ ગેાઠવણ કરવામાં આવી હતી. અમારાં સમસ્ત સાથને પણ જમાડ્યો, વળી સારથિની અને બળદની પશુ સારવાર કરી. આમ અમે બહુ સુખમાં તે રાત ગાળી, પછી સવારમાં મેાં તથા હાથપગ ધોઇને સૂરજ ઊગતાં ત્યાંથી વિદાય લીધી. વિવિધ પ`ખીએનાં અને ભમરાનાં ટાળાં ( ઊડતાં) દેખાતાં; અમે વાતે કચે જતાં હતાં તેથી કેટલા પથ કપાયા એ તે અમને જણાયુંય નહિ. કુમાષહસ્તીએ આગળથી કહી રાખ્યું હતું તે પ્રમાણે ગામ અને નગરના રસ્તાની નિશાનીરૂપ ઊભાં રહેલાં પવિત્ર ઝાડાને અમે દૂરથી જોઇ લેતાં. પાછુ એક ખીજુ વડનું ઝાડ દેખાયું. તેની કઈક પાસે આવ્યાં ત્યારે તેનાં લીલાં પાનને લીધે તે પૃથ્વીનું જાણે શ્યામ, ભવ્ય, પ્રકાણ્ડ સ્તન હોય એવું દેખાતું હતું. પ્રવાસીઓના સંઘને વિસામે કરવાનું એ સ્થાન હતું. રસ્તાના શણુગારરૂપ હતું અને ( વળી ) કોશામ્બીના સીમાડાનુ મેાતી હતું. ડાળીઓની ઘટામાં સેકડા પંખીઓ રહેતાં. વળી સુવાસિત ફૂલકળીએ અનુપમ શેાભા આપતી. ઉપર મેઘ જેવા સફેદ પટ ઝૂલતા હતા અને નીચે ઉત્સવહાર પહેરાવેલા અને પાણીએ ભરેલા કારા ઘડા મૂકયા હતા. ( અમને ત્યાં સુધી સામે લેવા આવેલાં ) ઓળખીતાંએ અને સગાંવહાલાંએ અમને ત્યાં વધાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com