________________
: ૧૬ર :
તરંગવતી
-
-
-
-
-
-
-
-
હતા, કારણ કે એવા નેહભયાં આદરની એવી કિંમત એમને બહુ ઓછી લાગતી અને એવી વાત કરતા એમને સંકેચ થતો. એ નેહી ઘરની સૌ સ્ત્રીઓને મેં અને સા પુરૂને મારા સ્વામીએ મળી લીધું. પ્રવાસમાં જરૂર પડે એવી સૌ ચીજો ને ઔષધે સુદ્ધાં અમે સાથે લીધાં, જેથી માગમાં કશી અડચણ પડે નહિ. ત્યાર પછી મારા સ્વામી સુંદર ઘોડે ચઢયા. તે ઘડો મારા રથની પાછળ ચાલતો હતો. શેઠે અને નગરશેઠે મેકલેલા ચાકરે જ માત્ર નહિ પણ (અમારે ગૃહમિત્ર) કુભાષહસ્તી અને તેનાં માણસે પણ ચારે બાજુ વીંટાઈ વળીને ચાલતાં. તે ઉપરાંત ધાડે પડેલી ત્યારે પોતાની ભૂરવીરતા અનેક વાર દેખાડેલી એવા માણસોને હથિઆરબંધ કરીને અમારે રખવાળે મેકયાં હતાં. આમ અમે ચટામાં થઈને પ્રણાશક નગરમાંથી નીકળ્યાં ત્યારે અમારા ભપકાથી સો વસ્તી આશ્ચર્યમૂઢ થઈને જોઈ રહી. અર્થાત અમારા મિત્રને અડધે અને અમારો પિતાને અડધે એમ બેવડો કઠલે લઈને, કોઈથી ન ઉતરે એવા ભપકાથી, અંતે (એમની નજર) બહાર અમે નિકળી ગયાં ત્યાં સુધી રાજમાગને રસ્તે જતા હજારે લેક અમારી ઉપર તાકીને જોઈ રહ્યા.
હવે મારા સ્વામીએ ગાડીવાનને કહીને મારે રથ ઊભો રખાવ્યું અને પોતે મારી પાસે અંદર આવ્યા. ત્યાર પછી વળી પાછો સાથ ચાલ્યો. (માગમાં) પછી ઊંચી ડાંગરના ખેતર,વિસામાના ચોતરા તથા પરબો જેતા ધીરે ધીરે અમે વાસાલિક નાના ગામે આવી પહોંચ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com