________________
તર ગવતી
: ૧૬૧
નીચાણુના પ્રદેશમાં બે કાંઠે વહેતી, ને પીવા જેવા સ્વચ્છ પાણીવાળી તમશા નદી અમે મછવામાં એસી ઓળગી ગયાં એટલે અમે પ્રણાશક નગરથી શૈાલી રહેલા એ એ નદીઆના સ’ગમસ્થાનમાં તે ને તે જ દિવસે આવી ઊભાં, અને કુમાષહસ્તીએ (ઉતાવળે ) ગાઠવણુ કરી દીધા પ્રમાણે ધારીમાગે થઈને મહાઆનદે અમારા કુળમિત્રના સંબધીને ઘેર આવી ઉતર્યા. ત્યાં અમારે સ્નાનથી, ભાજનથી અને તેલમનથી સારી રીતે સત્કાર થયે। અને ત્યારપછી વળી રાત્રે સુંદર નિદ્રાના લહાવા મન્યા. બીજે દિવસે સવારમાં ઉઠીને દાતણપાણી કર્યાં, નાહ્યાં, દેવની ઉપાસના કરી ને પછી થાક, ભય ભૂખથી મુક્ત થઈને વળી પાછાં પથારીમાં સૂતાં. તે દર મિયાન કુમાષહસ્તીએ અમે ઘર તરફ આવીએ છીએ એવા સમાચાર આપવા, કેશામ્બીમાં અમારાં માબાપ ઉપર કાગળ લખી નાખ્યા. જેટલા દિવસ અમે ત્યાં રહ્યાં તેટલા દિવસમાં ખાનપાન વગેરે સર્વ પ્રકારની અમને જોઇતી સામગ્રીથી અમારા દુઃખની નિશાની સુદ્ધાં ભુંસી નાંખવા એ લેાકાએ પ્રયત્ન કર્યા. થાડા દિવસ પછી જ્યારે અમે પૂરેપૂરા સાજા થયા ત્યારે કેાશાસ્ત્રી તરફ અમે જવાની ઈચ્છા દેખાડી, પ્રવાસની સૌ તૈયારી
અને
એ થઈ. સીએએ બહુ ના પાડી, તે ય ઘરનાં બાળકને મે' એક હજાર કાર્ષાપણની બક્ષીસ કરી, જેમાંથી અમારે માટે થયેલું લગભગ બધું ખર્ચ વળી જાય. મારા સ્વામી એટલી બક્ષીસ આપતાં શરમાતા
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com