________________
તરગવતી
: ૧૬૩ :
ત્યાં પર્યંતના ( લીલેાતરીથી ઢંકાયેલા ) શિખર જેવુ એક ( પ્રાચીન વડતુ ઝાડ જોઈ અમને આનંદ થયા. કાઇપણુ પ્રવાસીને આનંદ આપે એવું એ મનેાહર ઝાડ હતું. ખૂબ પાંદડાવાળી એની ઘટામાં ૫'ખીઓનાં ટોળે ટોળાં એના ઉપર બેઠાં હતાં. અમારે ગૃહમિત્ર એ જોઇને એક્સ્ચેાઃ “ આપણા ધર્મોના પ્રવર્ત્તક વર્ધમાનસ્વામી સ'સારના ત્યાગ કરીને જ્ઞાન પામ્યા તે પૂર્વે અહીં એમણે વાસ કર્યા હતા અને તેથી આ જગ્યાનું નામ વાસાલિક પડયું. પરિણામે એ જિનેશ્વર ભગવાનના સ્મરણમાં હુજારા દેવ, કિન્નર ને માણસા આ વડના ઝાડની પૂજા કરે છે. ’ આ વચના સાંભળીને અમે બને પૂજ્યભાવે ને આનદભયે હૈયે રથમાંથી નીચે ઉતર્યાં. જિનભગવાનના સ્થાનકનાં દર્શન કરવાની અમને ઇચ્છા થઈ અને વડનાં મૂળને અમારા કપાળવડે બહુ શ્રધ્ધાથી અને નમ્રતાથી સ્પ કર્યો. હાથ જોડીને હું ખેલી: ‘હું ભાગ્યશાળી વૃક્ષ, તુ ધન્ય છે કે જિનભગવાન મહાવીર તારી છાયામાં આવી રહ્યા.' એ વડની અમે પૂજા કર્યો પછી અને ત્રણ વાર એની પ્રદક્ષિણા કર્યા પછી પાછાં અમે તાજા થઈને વિચાર કરતાં ક્ી રથમાં ચઢ્યાં. જ્યાં વદ્ધમાન પ્રભુએ શાંતિથી વાસ કર્યા હતા તે સ્થાનનું દર્શન કર્યાથી મને ઘણા આનંદ અને ઉલ્લાસ થયા અને લાંખા સમય સુધી હુ' એ વિચારમાં નિમગ્ન થઇ રહી. સ્વામીની પાસે ગૃહિણીનું સુખ અનુભવતી અનુભવતી, એકાકી હસતી હું એ ગામડાં વટાવી ચાલી. પછી રાતવાસેા કરવાને અમે, જેની હવેલીએ વાદળાંએ અટકે છે એવી બહુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com