SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગવતી લીધાં અને અનેકાનેક આશીર્વાદ આપ્યા. અમે ત્યાં નાહ્યા અને તેથી અમારો થાક ઊતરી ગયે. પછી અમે અમારાં સાસરીઆની પાસે ગયા અને એમનાં ટેળામાં આનંદે જઈ બેઠાં. હવે મારે રથમાં બેસવાનું ન હતું તેથી ઘેડે ચઢી. મારી પાછળ (મારી સાચી સખી) સારસિકા અને (મને માન આપવાને આવેલા) આયાઓ, ખજાઓ, દાસીઓ, જુવાનીઆઓ અને બીજાઓને સાથ ચાલ્યો. પણ ખાસ કરીને મારા સ્વામી પોતાના મિત્રને લઈને બીજા ઘોડાઓ જોડેલા સેનાના રથમાં બેસી સાથે ચાલ્યા. વળી નણંદે અને ભેજાઈએ પણ પોતાના દાસદાસીએના સાથે સાથે અમને મળવાને આવી હતી તે પણ સુંદર ગાડીમાં બેસીને મારી સાથે નગર તરફ ચાલી. પ્રખ્યાત માણસનાં સુખદુઃખ, જવું આવવું, પ્રવાસે નિકળવું ને પાછું ઘેર આવવું, સી લેકને તરત માલૂમ પડી જાય છે. એવી રીતે અમે પણ ઊંચાં પ્રભુ દ્વારમાં થઈને કોશામ્બી નગરીમાં પ્રવેશ્યા. ત્યાં આગળ જમણે હાથે એક નરપંખીને અવાજ સંભળાય અને એમ સારાં શકુન થયાં. જે રાજમાર્ગે થઈને અમે ચાલ્યાં તે માગ અમને આવકાર આ પવાને સફેદ સુગંધિત ફૂલેથી શણગારી કાઢ્યો હતે અને ઠેઠ સુધી રસ્તાની બેઉ બાજુની ઊંચી હવેલીઓની હારે ઉપર અને સુંદર દુકાન આગળ અમને જેવાને આતુરતાથી એકઠાં થયેલાં પુરુષ અને સ્ત્રીઓની ભીડ જામી હતી. સરેવર ઉપરનાં કમળની સપાટી પવનથી ઊંચી નીચી થાય એ દેખાવ લેકનાં કમળફૂલસમા મુખને લીધે અમને દેખાવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034987
Book TitlePadliptasuri ane Tarangvati
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAnand Prakashan Mandir
Publication Year1951
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy