________________
: ૧૫૬ :
તરંગવતી મેં કરીને ભસવા લાગતા. અમને જે સ્ત્રી જેતી હતી તેમાંની કેટલીક તે માંદી ને ફીક્કી દેખાતી હતી. એમને તાવ આવતું હતું અને (દુબળી પડી જવાથી) એમનાં બલૈયાં ઢીલાં પડી ગયાં હતા. એમની પાછલી બાજુએ ધૂળે પોશાક પહેરેલી (તંદુરસ્ત) તરુણીઓ કેડમાં છોકરાં લઈને ઘરમાંથી બહાર નિકળી આવી હતી. આવા આવા અનેક દેખાવ જોયા અને જાણ્યા અને આ મતેમ જોતા જ અમે ધીરેધીરે (એ ગામની) શેરીમાં પેઠાં.
વનમાં હતાં ત્યારે ગમે એમ કરીને જીવ બચાવવાની ખાતર અને વનમાંથી નિકળી જવાની ખાતર, પગના ઘાની કે ભૂખની કે તરસની કે થાકની મેં પરવા કરી નહોતી, પણ હવે તે ભય ટળી ગયું હતું ને ભવિષ્ય નક્કી થઈ ગયું હતું તેથી ભૂખ, તરસ ને થાક વિષેના મને વિચાર આવ્યા ને મેં મારા સ્વામીને કહ્યું: “પ્રવાસીને કરવું પડે છે એમ આપણે પણ ખાવાનું માગીએ.” જેમનું સૌ ધન લૂંટારાએ લૂંટી લીધું હતું એવા મારા સ્વામી બેલ્યાઃ “જેમને આકરું કુળાભિમાન હોય છે તેમને તે ગમે એવા સંકટમાં આવી પડયા છતાં, તેમની પાસે ભીખારીના વેશે જવું ભારે પડે છે. ગામના લેક પાસે જઈને ઊભે રહું એ તે મને શરમભરેલું ને નીચું જોવા જેવું લાગે. કારણ કે (ભીખારીની પેઠે) આમ ઊભા રહેવું એ તે જેનામાં કાંઈક લાગણું છે એ માણસ, એનું બધું જતું રહ્યું હોય અને વગડામાં દુખે ઘેરાયેલું હોય તેય, પસંદ ન જ કરે. જે જીભ દુઃખને સમયે ફરિયાદ કરતાં સંયમમાં રહે એ જીભ ભીખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com