________________
તરંગવતી
: ૧પ૭ :
માગવાનું શી રીતે કબૂલ કરે! અને છતાં યે, મારી પ્રિયા ! એ અભિમાન હોવા છતાં યે તારે માટે ગમે તે કરતાં પણ અચકાઈશ નહિ; તેથી આ શેરીના શણગારરૂપ આ મંદિરમાં તું થોડીવાર થાક ખા; તારે માટે ખાવાનું શી રીતે લાવવું એને હું વિચાર કરું છું.” ચારે બાજુએથી ખુલ્લું અને દરેક ખૂણએ થાંભલાને ટેકે રહેલું એવું એ મંદિર હતું અને ત્યાં પર્વને દિવસે વંઠેલા જુવાનીઆ. મેળા ભરતા. આ મકાનના ખંડમાં અમે પેઠાં. એ મુકામ પ્રવાસીઓને ઉતરવા કાઢયે હતું. તેમાં ગામલોકે અને વળી ગામનાં છોકરાં (રમવા માટે) એકઠાં થતાં. વનમાં બધા પ્રકારનાં બીજ અને પ્રકષ જાળવીને સાચવી રાખનાર (રાજા) દશરથનાં સતી પુત્રવધુ જગપ્રસિદ્ધ સીતાજીનું સમરણ કરીને જમીન ઉપર એક ચકખી ને ડાંગરનાં કણસલાં જેવી ચળકતી જગાએ બેઠાં એવામાં તે ખેડખાંપણ વિનાના બાંધાના એક સુંદર જુવાનને ચપળ સિંધી ઘોડા ઉપર બેસીને આવતે અમે જોયો. એણે બહુ નરમ ધેળાં સુતરેલ કપડાં પહેર્યા હતાં. તેની આગળ સિપાઈઓ અને બીજા માણસે ઉતાવળે પગલે ચાલતાં હતાં. હું જરૂર (એની નજરમાં) એક પુરુષની સબતમાં નગરનારી જેવી દેખાતી હોઈશ! પણ હું તે શરમાયા વિના અમારા સીતામંદિરના આણકે થાંભલાને અહેલીને ઊભી રહી. કુમ્ભાશહસ્તી અશ્વાર અમારા મંદિ૨ના ડાબી બાજુએ થઈને ચાલ્યા, પણ મારા સ્વામીને દેખતાં જ એકદમ ઘેડા ઉપરથી છલંગ મારીને ઉતરી પડયે. એ મારા સ્વામીને પગે પડયે ને ઊંચે સ્વરે રડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com