________________
તરંગવતી
: ૧૫૫ :.
તેના સ્વચ્છ પાણીની અંદર માછલાં હતાં ને ઉપર કમળ ફૂલ હતાં. અમે નિશ્ચિત મને ગામડાના આ તળાવમાંથી કમળે સુવાસિત કંચન જેવું પાછું ખોબે ખોબે પીધું. ત્યાર પછી વળી અમે પાણીની અંદર ઉતર્યા અને ઠંડું પાણી અમારા મ્હોં ઉપર છાંટયું. પછી થાક તથા ચિંતાએ મુક્ત થઈને ગામ તરફ ચાલ્યા. ત્યાં તે અમે સુંદરીઓને ઘડામાં પાણી ભરી જતી જોઈ. એમણે કેડ ઉપર ઘડા લીધા હતા. અને બલૈયાંથી શોભતા હાથ (ઘડાને) ગળે વીંટાળી રાખ્યા હતા. ત્યારે મારા મનમાં પ્રશ્ન ઊઠેઃ “આ ઘડાએ એવું તે શું પુણ્ય કર્યું હશે કે એ નવનારીઓની સેડમાં પુરુષો હોય એવા બેઠા છે અને એમના હાથમાં સુંદર આલિંગન પામ્યા છે?” પણ એ સુંદરીઓ તે એકીટસે આશ્રય દષ્ટિએ અમારી સામે જોઈ રહી. જે ગામમાં અમે આવ્યા હતાં તેની ચારે બાજુએ કળાવિનાની અને છતાં યે સુંદર વાડ હતી. નારીઓ જાણે પહેરા ઉપર ઊભી હોય એવી એ વાડ દેખાતી હતી, કારણ કે નારીઓનાં સ્તન જેવા તુંબડા એના ઉપર લટકતાં હતાં. જ્યાં આગળથી ગામની સ્ત્રીઓ અમને જોતી હતી, ત્યાં આગળથી એ વાડ કમનસીબે ભાંગેલી હતી, તેથી એ સ્ત્રી આશ્ચર્યથી અમારી સુંદરતા જોતાં આંખ પણ ફરકાવતી નહિ અને જોવાની સ્પર્ધામાં અંદરની બાજુએથી (વાડ) ઉપર પડતી ને તેને હડસેલતી અને કોલાહલ મચાવતી. આમ (વાડના) ભાંગવાથી અવાજ થતે એટલું જ નહિ, પણ (ઉત્સુકતાએ બહાર આવેલી) આધેડ સ્ત્રીઓને જોઈને કેટલાક કૂતરા ચમકતા ને ઊંચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com