________________
તરંગવતી
: ૧૫૩
અમને અને
આ વીરતા
અમને તે એમજ લાગ્યું હતું કે અમે ફાંસીએ ચઢી ગયાં છીએ અને અમારા ગળા ઉપર (મતની) દેરી લાગી છે. એ દેરીને તમે વીરતાથી કાપી નાખી છે. વત્સનગરમાં વસતા શેઠ ધનદેને પુત્ર હું પદ્યદેવ છું,
એ વાતની કઈ પણ સાખ પૂરશે અને વળી એમણે કહ્યું: “ચાલે ત્યાં, અમે તમને સારી પેઠે બદલે આપીશું.” લૂંટારાએ ઉત્તર આપેઃ “જોઈ લેઈશું.” (તે ઉપરથી મારા સ્વામીએ ફરી કહ્યું, “જ્યારે ત્યાં આવવાનું થાય ત્યારે તમને સમ છે કે, તમે અમને જરૂર મળજે. જેણે જીવ બચાવ્યો હોય તેને તેના જે સરખે બદલે તે કદી જ આપી શકાય નહિ, પણ તમે અમારા ઉપર કમમાં કમ એટલી તે કૃપા કરશે જ કે જેથી અમે તમારે સનેહભર્યો આદર કરી શકીએ. ” તેણે ઉત્તર આપેઃ “ તમે મારાથી સંતેષ પામ્યાં છે એ જ મારે તે ઘણું છે. ” આટલુ બેલ્યા પછી વળી એ બોલ્યો “ હવે તમે તમારી મેળે ચાલતાં થાઓ. ' એમ કહી એ પર્વતને રસ્તે ચાલતે થયો અને અમે મેદાનમાં રખડવા લાગ્યાં. રસ્તા વિનાના મેદાનમાં મારાથી ચાલવું મુશ્કેલ થઈ પડયું. અત્યાર સુધી અમે બહુ ઉતાવળે ચાલ્યાં હતાં અને હવે તે ભૂખ, તરસ ને થાકથી હું અકળાઈ ગઈ હતી. તેથી કેવળ સુકાઈ ગએલ હૉએ ચાલતાં પગ લથડતા હતા. મારાથી જરા ય ચાલવું અશક્ય થઈ પડયું એટલે મારા સ્વામીએ મને પોતાની પીઠ ઉપર ઉંચકી લીધી, પણ એમને શ્રમ પડે એથી તરત જ નીચે ઊતરી પડવા મેં જેર કર્યું, પણ મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com