________________
તર'ગવતી
: ૧૫૧ :
''
ત્યારે અમે કહ્યું, કે “ અમે ખાતાં નથી, માટે ખાઇશું નહિ.''
*
૯. ધેર આવવુ,
હવે સૂર્ય ભગવાન્ આથમતાં તેની પ્રભુતા ને તાપ ચાલ્યે ગયે. પદભ્રષ્ટ થયેલા રાજા જેવા એ દેખાયા. વાતાવરણમાંથી પાર નિકળી ગયા પછી ઊગતી વખતે દેખાય છે એવા ( લાલ ) દેખાવા લાગ્યા. દિવસ પૂરા ( થયાના સમાચાર સો ઝાડ પણ આપવા લાગ્યાં-એ પણ નમતાં દેખાયાં અને તેમની અંદરના માળામાં પક્ષીએ આરામ માટે એકઠાં થવા લાગ્યાં. આંખ
સામે મરણ દેખીને અમે આટલું બધુ રહ્યાં ને કકળ્યાં હતાં ને તેણે કરીને બહુ લાંબે થએલા દહાડા પૂરા થયા. પૃથ્વીને આરામ આપતી તથા આકાશને શણગાર સજાવતી રાત્રિ ભવ્યરૂપે આવી. ચંદ્ર પણ પેાતાને મૃદુ, જીઇનાં ફૂલ જેવા સફેદ પ્રકાશ પાડતે પેાતાના કપાળમાં ચાંદલેા (સસલાનું ચિહ્ન ) કરીને બહાર આળ્યે, એવામાં લૂટારાની એ ગુફામાં કાલાહલ મચી રહ્યો. પીતા ને નાચતા લૂંટારા તથા કૈદીએ બૂમા પાડીને, હસીને, વગાડીને અને ગાઈને શાર કરવા લાગ્યા. જ્યારે એ લેાક શાન્ત થઇ ગયા ત્યારે અમારા પહેરેગીરે માર સ્વામીના અંધ છેાડી નાખ્યા ને કહ્યું: ‘ચાલેા હવે તમ ને લઈ જાઉં,' પછી કેાઈ જાણે નહિ એવી રીતે અમને બહાર લઈ ગયા. અને એક છૂપે વનમાગે ચાલ્યે, એ ત્યાં ઘણું રખડેલે તેથી ત્યાંની સૌ ગલીકુચીએ જાણતા, એ ચારે દિશાએ નજર રાખ્યાં જ કરતા.
આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com