________________
: ૧૫૦ :
તરંગવતી
આન્યા અને શિકારીએ એને બદલે મારા ચક્રવાકને માયા, અમે એ ભવમાં કેમ સુખી હતાં, કેમ હું એમની પાછળ સતી થઇ અને અમે એ વસનગરમાં માનવભવમાં અવતર્યાં; કેમ ત્યાં ચિત્રાની સહાયતાથી અમે એકબીજાને શેાધી કાઢ્યાં; કેમ મેં મારા પ્રિયને વિનંતિ કરી, પણ એમણે ના પાડી એટલે મે' મારી સખી સારસિકાને મેકલી અને કેમ છેવટે મછવામાં એસી નાઠાં અને ગંગાને રેતીને કાંઠે લૂટારાને હાથે પકડાયાં ( એ સૌ કહી સભળાવ્યુ) ત્યાં ઊભા હતા એ લૂટારાને આ (બ) સાંભળીને દયા આવી અને મારા પતિના બંધ ઢીલા કરવા એમની પાસે ગયા પણ પેલી કેદ પકડાયલી સ્ત્રીઓને તે એણે એવી સખત ધમકાવી કે વાદળાનાં કડાકાથી ગભરાઇને જેમ હરણીઓ નાસે એમ એ છૂટી પડીને નાડી. એ બધી જતી રહી કે તરત જ એણે મારા સ્વામીને છાનુંમાનું કહી દીધું ‘તમારે હવે ડરવાનુ કારણ નથી; હું તમને મેાતમાંથી ઉગારી લઇશ. તમારાં જીવન બચાવવા માટે મારા જીવનને જોખમમાં નાખીને પણ ગમે તે પ્રકારે ઉપાય કરીશ.' એના મુખની આવી વાણી સાંભળીને અમારી મરણચિંતાએકવારે ચાલી ગઈ અને (અમારા હૃદયમાં) હર્ષ વ્યાપી રહ્યો છતાં યે છૂટવાની અમારી એ આશા સફળ થાય એટલા માટે અમે ઉપવાસ કરી, ૮ અમે આજે કોઇપણ પ્રકારના આહાર લઇશું નહિં’ એમ જિનપ્રભુને સ્મરી, પચ્ચકખાણ કર્યા; તેથી લૂંટારાએ જ્યારે અમારી સામે સ્વાદિષ્ટ માંસાહાર આણી મૂકી ને બહુ લાંબે પ્રવાસ કરવાનેા હૈ।વાથી એ ખાવાને કહ્યું
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com