________________
તર ગવતી
: ૧૪૫ :
મારી ચિતા અસહ્ય થઇ પડી. સામાન્ય રીતે જુવાન પુરુષા મને અને જુવાન સ્ત્રીએ મારા સ્વામીને વખાણુતી, બાકીનામાંથી કાઇએ જિજ્ઞાસાથી, કાઇએ નિરાશાથી અને કોઇએ તે કશી પણ લાગણી વિના અમારી વાતા કરી. લૂંટારાની આ ગુફાની વસ્તી અમારે માટે આમ ત્રણ પ્રકારે અભિપ્રાય આવ્યે જતી હતી, તે સાંભળતાં સાંભળતાં અમે સરદારને ઘેર આવી પહાંચ્યા. એ ઘર ઊંચુ હતુ અને કાંટાની વાડ હતી. આમ અહી ડાળીએથી બનાવેલા એક ખંડમાં અમને લઈ ગયા. એ લાકના સરદારનું આ દિવાનખાતું હતું. પ્રસિધ્ધ વીરપુરુષ હાય એમ સરદાર કુંપળા પાથરેલા આસન ઉપર બેઠા હતા, ખીલેલાં ફૂલના મેાટા ગેાટાથી પેાતાને પ`ખા કરતા હતા. એના એ ગેાટા સેાના જેવા ચળકતા હતા અને એના ઉપરના ભમરા સુંદર ગુંજારવ કરી રહ્યા હતા. યુદ્ધ કરીને જીતી આણેલાં શસ્ત્રાસ્ત્રા એ સરદારે પેાતાના શરીર ઉપર ધારણ કર્યાં હતાં અને અનેક જુદ્ધોમાં અને સંકટોમાં સાચા નિવડેલા લૂંટારાએ એની ચારે બાજુ ઊભા હતા. જેમ જમને ચારે બાજુએ ચંડાળા વીંટાઇ વળે તેમ એની ચારે બાજુએ એ લેક વીંટાઇ વળેલા હતા. એના પગની પિંડીએ માંસના લાચાથી ભરાવદાર હતી, તેની જાઘા કઠણ અને તેના નિતંબ ભારે હતા. અમે તે માતની ચિંતાએ થરથરતાં થરથરતાં હાથ જોડીને તેને નમસ્કાર કર્યો. હરણના જોડાને જેમ વાઘ જીવે એમ અમને એ તીણી નજરે જોઇ રહ્યો અને તેથી અમને વળી ચિંતા વધી પડી. પાસે ઊભેલુ લૂટારાનુ ટાળુ અમારું જીવાનીનું
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com