________________
તરંગવતી
: ૧૪૩ :
સ્ત્રીએ મારા સ્વામીને કહ્યું “તમારું સુંદર મુખ લઈને મારી પાસે આવે (અને અમારા ચેકીદારને એણે કહ્યું.) ચંદ્ર સમાન સુંદર અને ચંદ્રની પ્રિય સખી નક્ષત્રરાણું હિણીના જેવી આ સ્ત્રીને આપણી આ પૃથ્વી ઉપર લઈ આવનાર આ જુવાન પુરૂષને શેડો વખત અહીં ઊભે રાખ, કે જેથી લૂંટારાની નારીએ પળવાર એની સુંદરતા નિરખી લે!” એ ચાલતા હતા ત્યારે મેહ પામવાને ટેવાઈ ગએલી સ્ત્રીઓ મેહવશ થઈને તેમને જોઈ રડવા લાગી. આ જોઈને હું તે સંતા પથી, ઈષ્યાંથી ને સાથે સાથે ક્રોધથી સળગી ઉઠી. પકડાયેલી સ્ત્રીઓમાંની કેટલીક તે, જાણે એ પિતાને જ પુત્ર હોય એમ શોક કરવા લાગી. કેટલીકે એમને કહ્યું: “તારા સ્વગીય સ્વરૂપથી તું અમારું ચિત્ત ચોરી લે છે. તારી દષ્ટિને સ્વર્ગીય ઘુંટડે અમને કૃપા કરીને પીવા દે!” વળી કેટલીક આંખમાં આંસુ લાવીને એમ કહેતી જણાઈ કે “ તું તારી સ્ત્રી સાથે અહીંથી વહેલે છુટકારો પામે તે ઠીક!” વળી એક જણે તે એમના સૌન્દર્યથી છેક આશ્ચર્યમૂઢ બની ગઈને કટિમેખળાની ઘુઘરીઓ ખખડાવી બેલાવવાના ઈસારા કરવા લાગી. (મારે માટે પણ તરેહવાર વાતે થવા લાગી.) એક જુવાન નકે કામાતુર થઈને કહ્યું: “આહ, આ અદ્દભુત નારીસ્વરૂપ!” કેટલાક એક બીજાને આંગળી કરી મને બતાવવા લાગ્યા, ને મારાં વખાણ કરવા લાગ્યાઃ એકેએક બાબતમાં એનું સૌન્દર્ય તે જુએ! એના વેલી જેવાં સુંદર શરીર ઉપર કળીઓ જેવાં એનાં સ્તન અને ફણગા જેવા એના હાથ કેમ કુટે છે એ તે જુઓ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com