________________
: ૧૪ર :
તરંગવતી
ગાજી રહી હતી. અંદર પેસતાં જ અનેક વાવટા ઉપરથી અમે પારખી લીધું કે આ તે કાળીનું મંદિર છે અને તેના બળિને ઉત્સવ ચાલે છે. દેવીને (નિયમ પ્રમાણે) નમસ્કાર કરવાને માટે અમે જમણી બાજુએ ગયાં તે જોયું કે (અમારા માલ ઉપરાંત) બીજે પણ માલ બીજા લૂંટારા લઈ આવ્યા હતા. બંને ટાળીવાળા સાજાતાજા પાછા આવ્યા હતા અને મોટી લૂંટ લાવી શક્યા હતા તેથી તેઓએ એક બીજાને પ્રણામ કર્યા ને કુશળ સમાચાર પૂછયા. વેલાવડે એકઠાં બંધાયેલાં અને લૂંટારાની ગુફામાં આવી પડેલાં અમને બેને સૌ જણ આશ્ચર્યચકિત નજરે જોવા લાગ્યાં, અને એમાંથી એક જણ બોલી ઊઠઃ “નર નારીઓની જે સૃષ્ટિ પહેલાં રચાઈ, તેથી અસંતુષ્ટ થઈ (તેને નાશ કરીને) યમદેવે અંતે આ જોડું સરયું લાગે છે. ચાંદે રાતથી ને રાત ચાંદાથી જેમ વધી જાય તેમ આ એક બીજાથી સુંદરતામાં વધી જાય એવાં છે.” અમે એ ગુફામાં જરા આગળ ગયાં અને જાણે ત્યાં સ્વર્ગ અને નરક એક સાથે જ હોય તેમ અંદરના આનંદી વસનારા અને નિરાનંદ કેદીઓને જોયા. દેવલેકના જેઠાં જેવું નરનારીનું જોડું અહીં આપ્યું છે, એવા સમાચાર ફેલાતાં ગુફામાં રસ્તે (અમને જેવાને) ઉસુક લેકથી–ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓથી ઉભરાઈ ગયે. શોકાતુર સ્થિતિમાં અમને આગળ લઈ જવામાં આવ્યાં ત્યારે કેદમાં જીવતી રહેલી સ્ત્રીઓ અમારે માટે વિલાપ કરવા લાગી, જાણે અમે એમનાં જ બાળક હઈએ. પણ પુરુષના જેવા હૃદયવાળી લૂટારાની એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com