________________
તરંગવતી
: ૧૪૧ :
ભયંકર લૂંટારાઓએ મને ધમકાવીને કહ્યું : “તારી બૂમો બંધ કર! નહિ તે તારા ધણને મારી નાંખીશું.” એથી દબાઈ ગઈ ને મારા સ્વામીને જીવ બચાવવાની ચિંતા કરવા લાગી અને માત્ર ધીમે ધીમે છાનાં પુસ્કા ખાવા લાગી. જો કે આંસુ તે મારી છાતી સુધી દડી પડતાં હતાં, તો ય મારું રેવું તે હઠ આગળ જ અટકી પડતું. અમારા ઝવેરાતની કોથળી લૂંટારાના સરદારે જેઈ ત્યારે એ મલકાઈને બેલ “ઠીક શિકાર મળે છે!” એક જણ બેઃ “આ મહેલ આપણે શેધી વળ્યા હોત, તે ય આટલું તે ન મળ્યું હેત.” બીજો બેઃ “ જુગારમાં માણસનું ભાગ્ય ગમે એટલું ખુલે અને વર્ષોનાં વર્ષો સુધી રમે તે ય આટલું તે ભેગું ના થાય. આપણી બેરીઓને આ બધું આપીશું ત્યારે એ શું કહેશે?” આવી વાત કરતા કરતા એ લૂંટારા (અમને લઈને) કિનારે છેડી વિધ્યાચળની દક્ષિણ દિશા તરફ ચાલતા થયા.
પર્વતની ડી સુંદર માં લૂંટારાઓની ગુફા હતી. ત્યાં અમને બંનેને એક વેલા વડે એકઠા બાંધીને લઈગયા. કેટલાક લેક બહાર ઊભા રહીને પાણીની ભિક્ષા માગતા હતા, કારણ કે ગુફાની અંદર પાણી ખૂબ હતું. ગુફાને દરવાજે બહુ મજબૂત હતો અને તલવાર, ભાલાં અને એવાં બીજા હથિયારોવાળા લૂંટારા અંદર જનાર અને અંદરથી નિકળનાર ઉપર સખત ચોકી રાખતા હતા. તેલ, કરતાલ, શંખ અને એવાં બીજા વાઘોથી તેમજ ગાન, હાસ્ય, નાચ અને બૂમ તથા ચીસોથી થતા ફેલાહલે કરીને આખી ગુફા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com