________________
તરંગવતી
: ૧૩૯ :
-
-
-
---
-
ત્સવને માટે બધા પ્રકારના ઝવેરાત માત્ર લીધાં, પણ નેહ સાહસને અંગે જે સંકટમાં રહેલું છે તેને તે વિચારે પણ આ નહિં. છતાંયે તું શાનિત રાખ! બળવાન હશે તે યુધ્ધમાં જીતશે. આ જગલી ચાર મને ઓળખતાં નથી અને એમણે હજી મારો હાથ જોયો નથી. એથી જ એ આટલી હિંમત કરી શક્યા છે. એક જણને હું નીચે પાડી દઈશ અને એનાં હથિયાર લઈ બીજાઓની પાછળ પડીશ. પરિણામ અનિષ્ટ જ આવશે તે તને લૂંટાતી દેખવા કરતાં મારું શર્ય સમાપ્ત કરી દઈશ કારણ કે તારાં કપડાં ને ઘરેણાં કાઢી લેવાને લૂંટારા તને બાંધે છે તે મારાથી કદી જોયું જાય નહિ. મારે માટે તું પાછલા ભવમાં સતી થઈ હતી અને મારે માટે આ ભવમાં પરદેશમાં નીકળી પડી છે ત્યારે મારામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી તેને બચાવવાને માટે મારાથી બને એટલું બળ વાપર્યા વિના શી રીતે રહેવાય? મને જવા દે અને લૂંટારાની સાથે યુદ્ધમાં ઉતરતાં મને અટકાવ નહિ. હવે તે જીતવું કે મરવું! ” આ શબ્દો સાંભળીને હું પ્રિયને પગે પડીને બેલીઃ “મારા નાથ, મને અનાથ કરીને એકલી મૂકી જતા ના. તમારે યુધ્ધે ચડવું જ હોય તે મારો જીવ લઉં ત્યાં સુધી ઊભા રહો, કારણ કે લૂંટારાના હાથમાં તમને પડયા મારાથી જેવાશે નહિ. લૂંટારાને હાથે પડયા છે એવું જેવાને જીવવું એના કરતાં તે આશાભેર મરવું ભલું: અરેરે મારા પ્રિય! આખરે તમે મારા થયા તે ખરા, પણ એટલામાં તે આ ગંગા કાંઠે જ, જાણે માત્ર ચંચળ સ્વપન જ હોય એમ, તમે ચાલી જવા બેઠા ! આવતા ભવમાં આપણે એકબીજાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com