________________
તરતી
': ૧૩૭ :
મારી ત્યારે લાગી જેવી
છીએ અને સુંદર કાકદી નગરી પાસે આવતા જઈએ છીએ. પેલા એના સફેદ મહેલે દેખાય, ત્યાં મારા ફાઈ રહે છે. એમના મહેલમાં આપણને આવકાર મળશે અને સ્વર્ગમાં જેમ અસરા તેમ ત્યાં તું ચિંતામુક્ત થઈ સુખમાં રહી શકશે. તું મારા સુખની વધારનારી અને દુઃખની હિરનારી છે. તું મારા જીવનનું સર્વસ્વ છે ને મારા વંશની રાખનારી છે. એવું કહીને અમારા ચકલાકના ભવને સંભારતા એમણે મને આલિંગન દીધું. ઉનાળામાં(સૂરજથી) તપેલી ભેંયને વરસાદના સ્પર્શથી જેવી આનંદની લાગણી થાય એવી આનંદની લાગણી મેં મારા પ્રિયના સ્પર્શથી અનુભવી. ત્યાર પછી ગાન્ધવલેકે જેમ કરે છે એમ, માનવભેગને શિખરે પહોંચાડનાર ગાન્ધર્વ વિવાહે અમે પરસ્પર બંધાયાં. દેવની પ્રાર્થના કર્યા પછી તરત જ (જેમ વ્યવહારકિ લગ્ન પ્રસંગે થાય છે એમ) મારે હાથ ઝાલવાને બદલે મારા સ્વામીએ મારી જુવાનીની કળી ચુંટી લીધી. પરસ્પર ધરાતા સુધી દાંપત્ય વિલાસને આનંદપભેગ કરી લીધો. એટલીવારમાં અમારો મછ અમને લઈને (અમારી ઈચ્છા હતી તે પ્રમાણે, જમુનામાંથી નીકળીને) ગંગામાં આવી પહોંચ્યો. એક વાર જેમ પૂર્વભવમાં આ નદી ઉપર અમારી ચક્રવાકની જેડી તરતી હતી તેમ આજે નેહી યુગલની જોડી તરવા લાગી. રાત્રિ ચાલી ગઈ. લલાટમાં જેને ચંદ્ર છે, ચંદ્રિકા જેનાં સુંદર સફેદ વસ્ત્ર છે અને તારા જેના ભવ્ય અલંકાર છે એવી એ જુવાન રાત્રિ-નારી સરી ગઈ. પૃથ્વીના જળદ પણ ઉપર ચંદ્ર હવે તે માત્ર હંસની પેઠે તરવા લાગે. જેને રાત્રિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com