________________
: ૧૩૬ :
રંગવતી
તે આપણે એક બીજાને મળી શક્યાં ન હોત; કારણ કે (પાછલા ભવ પછી) આપણું રૂપ તે બદલાઈ ગયાં હતાં. મારી પ્રિયા ! (ખરેખર ) તે ચિત્રો ચિતરીને મારા પ્રત્યેની મોટામાં મોટી જીવન-સેવા સિદ્ધ કરી છે.” આવું આવું મારા કાનને ને હૃદયને સુખ આપનારું એ બહુ બેલ્યા. હું એને કશે ઉત્તર વાળી શકી નહિ. હું તો માત્ર શરમની મારી મેં નીચું રાખીને, ત્રાંસી નજરે એમના તરફ જોઈ જ રહી. ગળામાંથી અવાજ નિકળે જ નહિ. સ્નેહની આશાઓ સફળ થતી જેઈને નેહભર્યું હૈયું કૂદવા લાગ્યું. (અંતે) મારા મુખના ભાવ ખુલ્લા કરવાને, મારા પગનો અંગૂઠે મછ. વાને પાટીએ ઘસતી ઘસતી હું બેલીઃ “અહા પ્રિય! તમે જાણે મારા પ્રાણ છો. તમારી સાથે સુખદુ:ખ ભોગવવાને મારા અંતરની પ્રેરણાથી મેં આપ સાથે પાસા નાખ્યા છે. મારું ગમે તે કરે; માત્ર એટલું માગું છું કે વિષમ સ્થિતિમાં આવી પડતાં પણ મને એકલી મૂકી જશે ના. ગમે તે થતાં પણ હું તે તમારી સાથે સ્નેહ બંધાઈ રહીશ. જો તમે મને ખાવાનું બંધ કરશે તે મારાથી ભૂખે રહેવાશે, પણ જે મારા હૃદયનું ખાવાનું બંધ કરી દેશે, તો તમારા વિના મારાથી રહી શકાશે નહિ.” માનવહૃદયની ચંચળતા દેખાડનારા મારા આ શબ્દો સાંભળીને એમણે ઉત્તર આપે. “અહા મારી વહાલી, તું એવી કશી ચિંતા કરતી ના. તને એવું કશું . નહિ થવા દઉં. આપણે શરત્રાતુની ઉતાવળી નદીમાં
અનુકૂળ પવનને બળે વિના મુશ્કેલી એ આગળ ચાલીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com