________________
: ૧૪૦ :
તરંગવતી મળશે કે નહિ એ તે બીજી વાત છે પણ અત્યારે તો હું જીવું છું ત્યાં સુધી મારી પાસે રહે ! આપણે એક બીજાથી વિખૂટા પડીએ નહિ, બાકી બીજુ તે થવાનું હોય તે થાય! કારણ કે બીજા બધાને આપણે ભુલાવી શકીશું, પણ આપણું કર્મના ફળને ભુલાવી શકીશું નહિ.” આ પ્રમાણે કલાન્ત કરીને મેં મારા સ્વામીને યુધે ચઢતા વાર્યા. લૂંટારાઓને મેં રડી પડી, હાથ જોડી, કાલાવાલા કરીને કહ્યું: “મરજીમાં આવે એમ મારાં અંગ ઉપરથી ઘરેણું ચિતારી લે પણ અમારા સ્નેહની ખાતર મારા સ્વામીને મારે નહિ એટલું માગી લઉં છું.” પછી અમને લૂંટારાએ પકડયાં. એક પાંખ કપાઈ ગઈ છે જેની એવું પંખી જેમ ઊડી શકે નહિ તેમ અમારાથી પણ નાશી જવાય એમ નહતું. થોડાક લુંટારાએ એટલામાં જઈને મછવો અને (તેમાં મૂકેલી) કથળી પણ કબજે કરી લીધી. બીજા મને દૂર લઈ ચાલ્યા તેથી મેં ચીસ પાડવા માંડી. કેટલાકે મારા સ્વામીને પકડ્યા પણ વાદીના શબ્દથી ઝેરી સાપ જેમ ઠંડે પડી જાય તેમ મારા શબ્દથી એ ( યુદ્ધ કરવિાની ઈચ્છા છતાં) ઠંડા રહ્યા. અમને બંનેને અને ઝવેરાતની કોથળીને લુંટારા ગંગાના કિનારા ઉપર લઈ ગયા. મારા શરીર ઉપરથી બધાં ઘરેણાં તે ઉતારી લીધાં, પણ અમને બેને જરાય જુદાં કર્યા નહિ, છતાં વેઢીનાં જેમ ફૂલ ચુંટી લેવાય તેમ મારાં બધાં ઘરેણું ઉતારી લેવાતાં જોઈને મારા સ્વામી રેવા લાગ્યા. હું પણ રાવા લાગી, કારણ કે, મારા સ્વામી લુંટાયેલા ભંડાર જેવા દેખાતા હતા. મારી ચીસે બહુ કારમી થતાં, એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com