________________
૪ ૧૩૪ :
તરંગવતી
જવું જોઈએ.” મેં ગભરાઈને ઉત્તર આપેઃ “મારા દાગીના લેવા મેં મારી સખીને ઘેર મોકલી છે, એ આવે એની આપણે વાટ જોઈએ.” એમણે ઉત્તર આપેઃ “અથશાસ્ત્રમાં લખ્યું છે કે દૂતી એ પરિભવ-તિરસ્કાર કરાવનારી છે, એ કાયની સાધક નથી પણ ખરી રીતે બાધક છે. ખરેખરી ગુમ વાતથી દૂતીને સદા દૂર જ રાખવી જોઈએ. એ જલદી જ ફસાવી દે છે, કારણ કે બૈરીઓથી કશું છાનું રાખી શકાતું નથી. વળી જે સાથે દરદાગીના લીધા, તે તે એથીયે વધારે ફસાઈ પડવાને ભય. વળી એના અવવાથી આપણને માગ કાપતાં અડચણ પડશે અને આપણી શાતિને ભંગ થશે, માટે એને તો આપણે છોડી દઈએ! અને હવે વખત ખે જોઈતા નથી. હીરા, ઝવેરાત અને એવું એવું સૌ કીંમતી મેં લઈ લીધું છે. જેની આપણને જરૂર પડશે તે એનાથી ખરીદી લેવાશે માટે આવ હવે, આપણે ચાલતા થઈ જઈએ.” એ સાંભળીને હું તેમ કરવા તૈયાર થઈ ને સારસિકાની વાટ જોયા વિના જ અમે તે રસ્તે પડયાં. નગરનાં દરવાજા આખી રાત ઉઘાડાં રહે છે તેથી અમે બહાર નિકળી ગયાં અને જમુનાને કિનારે જઈ પહોંચ્યા. ત્યાં અમે એક મછવે ખેાળી કાઢ્યો. એને એક ખીલા સાથે બાંધેલ હતું અને(સુભાગ્યે) એની અંદર પાણું પેસતું નહોતું. અમે એને છોડી લીધો ને બને જણ ઝટપટઅંદર ચઢી ગયાં. મારા પ્રિયે હાથમાંથી કેથળી અંદર મૂકી દીધી ને હલેસું માર્યું. ત્યાર પછી નદીમાં રહેતા કાલીયનાગની અને ખુદ નદીની પણ, નમસ્કાર કરીને, સ્તુતિ કરી. પછી સમુદ્રને મળવા જતી નદીમાં અમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com