________________
તરંગવતી
: ૧૩૩ : મનુષ્ય જાણી શકે છે.” મારા સ્વામી મારી સાથે આ પ્રમાણે વાત કરે છે એ જ વખતે રાજમાર્ગે જતાં કે પુરૂષના નીચે પ્રમાણેના ઉદ્દગારે સાંભળવામાં આવ્યા પોતાની મેળે ચાલી આવેલી પ્રિયા, યોવન, અર્થ, રાજલક્ષમી, વષ સમય, સ્ના અને ચતુર નેહીઓના આનંદને ઉપભોગ જે કરી શકતા નથી તે જાતે ઘેર ચાલી આવેલી લમીની કિંમત જાણતું નથી. “જિવિતના સર્વસ્વ સમાન રમ્ય પ્રિયાને પ્રાપ્ત કરીને જે છોડી દે છે તે મનુષ્ય સફળ કામનાવાળે થતું નથી. એ ઉગારના ભાવાર્થથી પ્રેરાઈને વળી મારા પ્રિયે મને કહ્યું: “જે આપણે પરદેશમાં ચાલ્યાં જઈએ, તે જ વિન ને શંકાથી મુક્ત થઈને આનંદે રહી શકીએ.” ત્યારે મેં રહતે હદયે ઉત્તર આપેઃ “હા ! મારા પ્રિય! હવે મારાથી ઘેર જવાય એમ નથી, હું તે તમે
જ્યાં જશે ત્યાં તમારી પાછળ આવીશ.” (હું એમના વિચારેને અનુસરી શકું એટલા માટે) અનેક તરેહથી એમણે મને ઉત્તેજન આપ્યું અને હું પાકા ઠરાવ ઉપર આવી એટલે એ બોલ્યા: “ઠીક ત્યારે, આપણે નાસી જઈએ ! હું હવે મુસાફરીની તૈયારી કરી લઉં.” માગમાં જરૂર પડે એવી ચીજો એકઠી કરવાને એ મહેલની અંદરના ભાગમાં ગયા, એટલે મારા દરદાગીના લઈ આવ. વાને મેં મારી સખીને ઘેર મેકલી. એ દેડતી ગઈ; પણ એટલામાં તે મારા પ્રિય હાથમાં કથળી લઈને આવ્યા અને કહેવા લાગ્યાઃ “ચાલ મારી પદ્મિની! વખત વહ્યો જાય છે. નગરશેઠ જાણી જાય તે પહેલાં આપણે નાશી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com