________________
તરગવતી
: ૧૩૧ :
મળવા ઉત્સુક બન્યો છું ત્યારથી મને કશું ચેન પડતું નથી. ‘તમે શરદ્વાત્રિમાં આનંદ કરેા મારે હવે સૂઈ જવું છે એવું બહાનુ કાઢીને મારા મિત્રને મે વિદાય કરી દીધા એ તે માત્ર મારી ચાલાકી જ હતી. ( સાચી વાત તે એ હતી કે) તેમની સેાબતમાંથી છૂટા પડી મારે ફાવે તેમ તમારે મહેલે જવુ હતુ અને ત્યાં એ ચિત્રા જેવાં હતાં. પણ તને જોતાંની સાથે જ મને થયેલા આન ંદને લીધે મારા હૃદયને શાક ઊડી ગયા છે. કહે, મારી પ્રિયા પાસેથી તું શે। સંદેશે લઈ આવી છે ? '
ત્યારે મારી સખી બાલી: “કશે। સ ંદેશા લાવી નથી, એ પેાતે જ અહીં આવી છે.” વળી એ મેલી: “સખી છે તે બહુ ચે કુશળ, પણ એ એવી તે સ્નેહઘેલી બની ગેઈ છે કે તમારે હવે એને હાથ ઝાલવા જ જોઈશે. સમુદ્રની નારી ગંગા જેમ સમુદ્રમાં વહી જાય છે તેમ સ્નેહે કરીને તણાતી તરંગવતી તમારી પાસે દોડી આવી છે.” (આ શબ્દો સાંભળીને ) મારે તે આખે શરીરે પરસેવાનાં બિંદુએ ચમકી ઊઠયાં, મારામાં કશું બળ રહ્યું નહિ. મારી આંખામાં આનંદનાં આંસુ ભરાઈ આવ્યા. ગભરાતીને થરથરતી હું સભ્યતાએ મારા પ્રિયને પગે જઈ પડી, પણ તરત જ એમણે પાતે બળવાન ને સ્નેહભયે હાથે મને ઉઠાડી ઊભી કરી. એમણે મને બાથમાં ખીડી લીધી. એમની આંખામાં પણ સ્નેહનાં આંસુ ભરાઇ ગયાં. પછી એ ખેલ્યાઃ “મારા શાકને હણનારી મારી સખી, તારું કલ્યાણુ હા!” એમ ખેલતાં એ પૂરા ખીલેલા કમળ જેવે આન દભયે મુખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com